રેલવે ટ્રેક પર મોબાઈલથી બનાવી રહ્યા હતા રીલ્સ, ટ્રેનની અડફેટે આવતા બેના મોત

Other
Other

મોબાઈલથી રીલ બનાવવી એ શોખમાંથી એક પેશન બની ગયું છે અને મોબાઈલથી રીલ બનાવતી વખતે લોકો હોશ ગુમાવી બેસે છે. આવી જ એક ઘટના ઉત્તરાખંડમાં બની છે. જેમાં બે કિશોરો મૃત્યુ પામ્યા છે. ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે બે મિત્રોએ ભયંકર જોખમ લીધું. તેઓ રેલવે લાઇનની બાજુમાં ખતરનાક રીતે વીડિયો બનાવી રહ્યા હતા. જેના કારણે ટ્રેનની અડફેટે બે કિશોરોના મોત થયા હતા.
મોબાઈલથી રીલ બનાવતી વખતે મોહમ્મદપુર બુઝુરગ ગામના બે છોકરાઓના મોત નિપજતા સનસનાટી ફેલાઈ ગઈ છે. લક્સર કોતવાલી વિસ્તારના મોહમ્મદપુર બુઝર્ગ ગામમાં આ ઘટનાએ હલચલ મચાવી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શિવમ (17) અને સિદ્ધાર્થ સૈની (16) બંને સાથે રહેતા હતા અને મોબાઈલથી રીલ્સ બનાવવાના ખૂબ જ શોખીન હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને છોકરાઓ બુઝર્ગ ગામના ડોસની પુલ પર રીલ બનાવી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે તે બંને છોકરાઓ બ્રિજ પર મોબાઈલથી રીલ બનાવી રહ્યા હતા. તે જ સમયે શતાબ્દી એક્સપ્રેસ આવી અને બંનેને અડફેટે લઇ લીધા હતા. આ ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક લોકો રેલ બ્રિજ પર પહોંચી ગયા હતા.

તમને જણાવી દઈએ કે આવી જ એક ઘટના થોડા દિવસો પહેલા હૈદરાબાદના સનત નગર વિસ્તારમાં બની હતી. મૃતકનું નામ મોહમ્મદ સરફરાઝ હતું. તેના બે સાથીમાંથી એક કિશોરીનો વીડિયો બનાવી રહ્યો હતો. ત્રણેય રેલ્વે લાઇન સાથે દોડી રહ્યા હતા. સરફરાઝે તે લાઇન પર કૂદી પડ્યો જ્યાં ટ્રેન ખૂબ જ ઝડપે આવી રહી હતી. તે દ્રશ્યનો વીડિયો બનાવવા માંગતો હતો. પરંતુ અચાનક અકસ્માત સર્જાયો હતો. ટ્રેનની ટક્કરથી તેનું શરીર વિકૃત થઈ ગયું હતું.

માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેલવે લાઇનની બાજુમાંથી કિશોરનો લોહીલુહાણ મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બીજી તરફ સરફરાઝના બે મિત્રોએ ઘટના બાદ પરિવારને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જોખમી વીડિયો બનાવતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં કિશોરનું મોત થયું હતું. આવી ઘટનાઓથી પોલીસ અને સમાજના લોકો ચિંતિત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.