ભવ્ય જીત મેળવવા ટીમ ઇન્ડિયા કૂદી પડી વિશ્વ વિજયની તૈયારીમાં

Other
Other

અમદાવાદ, ICCક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની હવે ફક્ત ફાઈનલ મેચ બાકી રહી છે. ભારતે આ વર્લ્ડ કપમાં સતત ૧૦ મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે ખરાબ શરૂઆત બાદ સતત આઠ મેચ જીતી છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૧૯ નવેમ્બર રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ત્રીજી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને મોહમ્મદ શમી સહિત તમામ ભારતીય ખેલાડીઓ સારા ફોર્મમાં છે.
વર્લ્ડ કપમાં ટોપ બેટ્સમેનોમાં ભારતીય ક્રિકેટરનું નામ બોલાઈ રહ્યું છે. વિરાટ કોહલીએ ૧૦ મેચમાં ૭૧૧ રન કર્યા છે. મોહમ્મદ શમીએ માત્ર ૬ મેચમાં ૨૩ વિકેટ લીધી છે. ટોપ ૫-૬ હિટર બેટ્સમેનમાં પણ ભારતીય ક્રિકેટરોએ ડંકો વગાડયો છે. કેપ્ટન રોહિત શર્માએ ૧૦ મેચમાં ૨૮ છગ્ગા ફટકાર્યા છે. બાઉન્ડ્રી હિટરમાં વિરાટ કોહલી ૬૪ ચોગ્ગા ફટકારીને પ્રથમ નંબરે છે અને રોહિત શર્મા ૬૨ ચોગ્ગા ફટકારીને બીજા નંબરે છે.

ભારતીય ટીમનો ૧૦ કા દમભારતીય ટીમે વર્લ્ડ કપમાં પહેલી વાર સતત ૧૦ મેચ જીતીઓસ્ટ્રેલિયા સામે માત્ર ૨ રન પર ૩ વિકેટ જવા છતાં પણ ભારતીય ટીમે ૬ વિકેટથી જીત મેળવી.ભારતીય ટીમે શ્રીલંકાને ૫૫ રન પર ઓલઆઉટ કરીને ૩૦૨ રનથી જીત મેળવી.વર્લ્ડ કપની પહેલી સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ૩૯૭ રનનો સૌથી મોટો સ્કોર ઊભો કરી દીધો. ટોપ ૫ બેટ્સમેનમાં ૩ ભારતીય બેટ્સમેન- વિરાટ,રોહિત અને શ્રેયસ અય્યર.ભારતના ૩ બેટ્સમેને ૫૦૦થી વધુ રન ફટકાર્ અને ૨ બેટ્સમેને ૩૦૦થી વધુ રન કર્યા. ભારતના ૫બોલરોએ આ વર્લ્ડ કપમાં ૧૨થી વધુ વિકેટ લીધી.ભારતીય ટીમ પ્રતિ વિકેટે ૫૭ થી રન કરી રહી છે.ભારતીય ટીમના બોલર સરેરાશ ૨૦થી ઓછા રન આપીને એકથી વધુ વિકેટ લઈ રહ્યા છે.આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ૧૦ મેચ જીતી, જેમાંથી ૫ મેચ રન ચેઝ કરીને જીતી, ૫ મેચ બેટીંગ કરીને જીતી.ભારતીય ટીમના તમામ ખેલાડી વિરોધી ટીમના ધુરંધરને પરાસ્ત કરી રહ્યા છે. ભારતીય ટીમના તમામ ક્રિકેટર મેદાનપર પોતાનું કામ શાનદાર રીતે કરી રહ્યા છે અને વિશ્વ વિજેતા બનવાની તૈયારી કરી રહ્યા છે.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગની કમાન સંભાળી રહ્યા છે. આ બે ક્રિકેટરની મદદથી ભારતીય ટીમ પહેલી ૧૦ ઓવરમાં પાવર પ્લે દરમિયાન ૬૯ રન બનાવી રહી છે. બાકી રહેલ ૩ ટીમ સેમિફાઈનલમાં પહોંચનાર ટીમની સરેરાશ ભારત કરતા ઓછી જ રહી છે. રોહિત અને શુભમન ગિલની જોડીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ૧૪ ઈનિંગમાં ૫૦થી વધુ રન કર્યા છે. રોહિત અને શુભમન ગિલની જોડીએ હેડેન અને ગિલક્રિસ્ટની ઓપનિંગનો રેકોર્ડ તોડી દીધો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.