
સોનમ કપૂરને લાગ્યો મોટો ફટકો, ક્યારેય વિચાર્યુ પણ ન હતુ તે થઇને ઉભું રહ્યું
ઓટીટીના આક્રમણ પછી બોલીવુડ સ્ટાર લાચાર છે. ફિલ્મોનુ બોક્સ ઓફિસ સતત નીચે આવી રહ્યુ છે અને પરીણામ એ છે કે નિર્માતા પોતાની ફિલ્મો માટે જોખમ ઉઠાવવા તૈયાર નથી. સાથે જ એ સ્ટારોના નખરાઓને અવગણી રહ્યા છે. એ-લિસ્ટર સ્ટાર ખાસ કરીને આનો ભોગ બની રહ્યા છે. એવા સ્ટારોમા હવે સોનમ કપુરનુ નામ જોડાઈ ગયુ છે. બોલીવુડ સ્ટાર અનિલ કપુરની દિકરી સોનમે ક્યારેય વિચાર્યુ નહતુ કે તે થીયેટરમા રિલીજ થવાવાળી જે ફિલ્મમા કામ કરી રહી છે, તે ડાયરેક્ટર ઓટિટિ પર રિલીજ કરવામા આવશે.
2011ની કોરિયન ફિલ્મ બ્લાઈંડ (Korean Film Blind 2011) ના હિંદી રીમેકમા સોનમે એક નેત્રહીન પોલીસ અધિકારીની ભુમિકા ભજવી છે અને આ ફિલ્મ હવે 7 જુલાઈથી ઓટીટી પ્લેટફોર્મ જિયો સીનેમા પર સ્ટ્રીમ થશે. મીડિયામા સોનમના નજીકના મિત્રો દ્વાર એવુ જાણવા મળ્યુ છે કે આ વિશે સોનમને વાત પણ કરી નથી. નિર્માતાઓએ પોતે જ આ નિર્ણય લીધો છે. સોનમ કપૂરને લાગે છે કે તેની મહેનતને મોટા પરદા પર જગ્યા મળશે નહી. નીરજામા પોતાની એક્ટિંગથી પ્રશંશા પામેલી સોનમને લાગતુ હતુ કે બ્લાઈંડમા પણ તેની એક્ટિંગ ઉભરી આવશે. પરંતુ દર્શકો સોનમને મોટા પરદા પર જોવા ઈચ્છતા નથી. સોનમ છેલ્લે ધ જોયા ફેક્ટરમા મોટા પરદા પર જોવા મળી હતી.
મીડિયામા આવી રહેલા સમાચાર અનુસાર ઓટીટી પર બ્લાઈંડને ડાયરેક્ટ રિલીજ થવાની ઘોષણાથી સોનમ આશ્ચર્યચક્કિત થયી ગઈ છે. નિર્માતા પહેલાથી જ તેને જણાવતા હતા કે ફિલ્મ થિયેટરમા રિલીજ કરિશુ. પરંતુ બોક્સ ઓફિસના બદલાયેલ સ્થીતિમા થિયેટર માલિક બ્લાઈંડના નિર્માતાઓની શર્તોને માનવા તૈયાર નથી. એવામા નિર્માતાઓની પાસે ફિલ્મને ડાયરેક્ટ ઓટીટી પર રિલીજ કરવા સિવાય અન્ય વિકલ્પ ન હતો. આ પહેલા હાલમા વરુણ ધવન અને જાન્હવી કપૂરની ફિલ્મ બવાલની ડાયરેક્ટ રિલીજના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. જો કે, આ એક મોંઘી ફિલ્મ છે. એનુ અંદાજિત બજેટ 275 કરોડ રુપિયા છે.
Tags film india Rakhewal SONAM KAPOOR