શિખર ધવને કહી આ મોટી વાત, કહ્યું વીતેલા સમયમાં 12 લોકોની ટોળકી લઈને મારપીટ કરવા પહોચ્યો હતો, જાણો…
શિખર ધવન ટીમ ઇંડિયાના સ્ટાર બોલર છે. ક્રિકેટ મેચ હોય કે પછી ટ્રેનિંગ, આ દરમિયાન ધવન લોકોને એંટરટેન કરતા હોય છે.ક્રિકેટ મેદાન પર તેઓ એકદ શાંત જોવા મળે છે પરંતુ તેઓ હમેશાથી એવા નથી. એકવાર ધવન કોઈ વ્યક્તિ સાથે લડવા માટે પોતાની સાથે 12 લોકોને લઈને ગયા હતા.
હા, એક સમયે ધવન પણ લડાઈમા પાછળ ન હતા. પશ્ચિમ દિલ્હીમા રહેનારા ધવનના સ્કૂલ દીવસોમા કોઈક સાથે જગડો થયો હતો, જેમા તેઓ પોતાના કેટલાક મિત્રોને લઈને ગયા હતા. પછી જે થયુ એ સંભાળીને હસવા લાગશો. શિખર ધવને એક ઈન્ટરવ્યુમાં તેના વિતેલા દિવસોને યાદ કરતા આ ઘટના વિશે જણાવ્યુ હતુ. મશહુર શો હોસ્ટ ગૌરવ કપૂર સાથે આ ઘટના વિશે જણાવ્યુ હતુ. ધવને જણાવ્યુ હતુ કે તેઓ 11મા ધોરણમા ભણતા હતા ત્યારે તેમની લડાઈ એક લાંબા કદનાં છોકરા સાથે થઈ હતી. તેઓ પોતાના કેટલાક મિત્રો સાથે એ છોકરા પાસે માર-પીટના આશયથી ગયા હતા. ધવને આગળ જણાવતા કહ્યુ કે જ્યારે તેઓ તેમના મિત્રો સાથે 6 ફૂટથી પણ ઉંચા છોકરા સાથે લડાઈ કરવા ગયા ત્યારે તેમણે પણ નક્કી કર્યુ હતુ કે એ પણ એજ અંદાજથી પેલા છોકરાને ધમકાવશે.
જ્યારે તેઓ એ છોકરાને ધમકાવા ગયા તો એમનો અવાજ એકદમ બદલાઈ ગયો અને નાદાન બાળકની જેમ કઈક કહેવા લાગ્યા. ધવનની આ હાલત જોઈને બધાને નવાઈ લાગી અને જોર જોરથી હસવા લાગ્યા. ધવનનો આ જૂના કિસ્સાનો વિડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામા આવ્યો છે. ફક્ત આ વીડિયો જ નહી, ધવન એક અન્ય કારણથી ચર્ચામા છે. માનવામા આવી રહ્યુ છે કે એશિયન ગેમ્સમા જવાવાળી ભારતીય ટીમની કેપ્ટનશિપ ધવનને મળી શકે છે.
Tags india Rakhewal shikar dhavan