રાહુલ વૈદ્યે કોન્સર્ટ બાદ સ્ટેજ પર કેક કાપી સેલિબ્રેટ કર્યો બર્થ ડે

Other
Other

મુંબઈ, સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈ ૨’ની એક્ટ્રેસ દિશા પરમારે પતિ અને સિંગર રાહુલ વૈદ્યના બર્થ ડે પર સુંદર પોસ્ટ મૂકીને શુભકામના આપી છે. રાહુલ વૈદ્યનો આજે ૩૫મો બર્થ ડે છે. જેના સેલિબ્રેશનની ઝલક દિશા પરમારે બતાવી છે. સાથે જ દિશા પરમારે પતિ માટે સુંદર નોટ પણ શેર કરી છે. મિડનાઈટ સેલિબ્રેશનની તસવીર દિશાએ શેર કરી છે. જેમાં તે અને રાહુલ કેઝ્‌યુઅલ લૂકમાં જાેવા મળી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં બલૂન્સ અને ૩૫ લખેલું ડેકોર છે.

આ તસવીર શેર કરતાં દિશા પરમારે લખ્યું, આ દુનિયામાં આવવા માટે આભાર. મારા માટે. હેપી બર્થ ડે લાઈફ. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં રાહુલ વૈદ્યએ પત્ની દિશાને ‘આઈ લવ યુ’ કહ્યું છે. રસપ્રદ બાબત તો એ છે કે, રાહુલ વૈદ્યએ લાઈવ કોન્સર્ટમાં પર્ફોર્મ કરીને બર્થ ડેની શરૂઆત કરી હતી. મતલબ કે, બર્થ ડેની આગલી રાત્રે રાહુલ વૈદ્ય લાઈવ કોન્સર્ટમાં પર્ફોમ કરી રહ્યો હતો. જેની ઝલક પણ દિશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બતાવી હતી. દિશાએ રાહુલનો ગાતો વિડીયો શેર કરીને લખ્યું,

“બર્થ ડેની શરૂઆત એવી જ રીતે કરી છે જે રીતે તેને ગમે છે. આ સિવાય ફેનપેજ પર એક વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે જેમાં રાહુલ વૈદ્ય કોન્સર્ટ પછી સ્ટેજ પર કેક કાપતો જાેવા મળી રહ્યો છે. પત્ની દિશા તેની સાથે જ જાેવા મળી રહી છે. દિશા અને રાહુલ એકબીજાને કેક ખવડાવતા પણ જાેવા મળે છે. રાહુલ માટે બે કેક લાવવામાં આવી હતી પરંતુ તેણે માત્ર એક નાની કેક કાપી હતી. રાહુલ વૈદ્યએ ‘અંતાક્ષરી’ અને ‘ઈન્ડિયન આઈડલ’ સહિત કેટલાય સિંગિંગ રિયાલિટી શોમાં ભાગ લીધો છે.

તેણે કેટલાય મ્યૂઝિક વિડીયો પણ રિલીઝ કર્યા છે. રાહુલ વૈદ્ય રિયાલિટી શો ‘બિગ બોસ ૧૪’નો ભાગ હતો અને ફર્સ્ટ રનર-અપ બન્યો હતો. આ જ શોમાં રાહુલે દિશાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. કપલે ૧૬ જુલાઈ ૨૦૨૧ના રોજ લગ્ન કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.