વડગામ ના છાપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં પોલિયો રસીકરણ કાર્યક્રમ નો શુભારંભ કરાયો

Other
Other

૧૭૧ બુથ ઉપર થી ૨૭ હજાર બાળકો ને પોલિયો ના ટીપા અપાયા: રાષ્ટ્રીય પોલિયો દિન ૨૩ જૂન  રવિવારે સમગ્ર દેશમાં ઉજવવા માં આવી રહ્યો છે. વડગામ તાલુકા કક્ષાએ પોલિયો રસીકરણ નો કાર્યક્રમ તાલુકા ના વિવિધ સેન્ટરો ઉપર  તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પ્રકાશભાઈ ચૌધરી ની સીધી દેખરેખ નીચે કરવામાં આવ્યો છે.જેનો શુભારંભ  છાપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ શુભારંભ છાપી સરપંચ નીતાબેન ચૌધરી, પંચાયત સદસ્ય મુકેશભાઈ ચૌધરી, છાપી વેપારી મંડળના પ્રમુખ સુરેશભાઈ અગ્રવાલ, ડો. નરેન્દ્રભાઈ ચૌધરી, છાપી પીએચસી ના ર્ડા. યશસ્વી પ્રજાપતિ તેમજ સુપરવાઈઝર હસમુખભાઈ સોલંકી ના હસ્તે કરવામાં આવ્યો હતો.

૦ થી ૫ વર્ષ ના બાળકો ને પોલિયો ના ટીપા પીવરાવ્યા હતા. આરોગ્ય અધિકારી એ પોલિયો રસીકરણ અંતર્ગત જણાવ્યું હતું કે દેશ સંપૂર્ણ પોલિયો મુક્ત બન્યો છે.પરંતુ કેટલાક દેશોમાં હજુ પણ પોલિયો ની અસર હોવાથી ભારત માં તેની અસર ન થયા તેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક રહી ઝૂંબેશ ચલાવી રહી છે. વડગામ તાલુકા માં કુલ ૧૭૧ બુથ ઉપર રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત ૨૭ હજાર બાળકો ને પોલિયો ના ટીપા અપાયા હતા.  પોલિયો રસીકરણ ના કાર્યક્રમ માં મોટી સંખ્યામાં બાળકો તેમજ સુપરવાઈઝર ,આશા વર્કરો સહિત આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહી કાર્યકમ સફળ બનાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.