
જુગારધામ પર પોલીસની રેડ, 4 લાખનાં મુદ્દામાલ સાથે 10 શકુની ધરપકડ
સાતમ-આઠમ આવતાની સાથે જ જુગારની રમતનો વધારો થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક જુગારીઆઓ પોલીસના હાથે ચડ્યા છે. હજી તો હમણાં જ પોલીસે ક્રોસ રેડ કરીને સરખેજમાંથી મોટું જુગારનો અડ્ડો પકજી પાડ્યો હતો, ત્યારે બાદ પોલીસનો કોઈ ડર રાખ્યા વગર જુગારીઆઓ થલતેજમાં આવેલા ન્યૂયોર્ક ટાવરમાં જુગારી અડ્ડો બનાવી જુગાર રમતા, રમાડતા પકડાયા હતા, જેમાં બિજનેસમેન, બુકીઓ તેમજ રાજકારણીઓ પણ હતા. ત્યારે હવે ફરી એક વાર મેમનગર વિસ્તારમાંથી 10 જુગારીઓ ઝડપાયા છે. જેમાં 4 લાખ સુધીનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
બાતમીને આધારે મેમનગર વિસ્તારમાં સ્થિત આશ્રય એપાર્ટમેન્ટમાં જુગાર રમાતો હોવાથી જુગારીઓનો પકડી પાડવા માટે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ રવાના થયા હતાં. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ એપાર્ટમેન્ટમાં જુગારધામ ચલાવતાં રમેશ દેસાઈ તથા ધીરજ દેસાઈ સહિત 10 લોકોને 4 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં. અહીં રમાતા જુગારમાં બહારથી લોકોને રમવા માટે બોલાવવામા આવતાં હતાં અને તેમને 25 હજારની ક્રેડિટના પ્લાસ્ટિકના કોઈન આપવામાં આવતા હતાં.
મેમનગર વિસ્તારમાંથી ઝડપાયેલા જુગારીઓના નામ: પકડાયેલા જુગારીઓમાં આકાશ દેસાઈ, ગોકુલ દેસાઈ, આર્યન ભરવાડ, રોનિત ચંદ્રા, બિરજુ ભાવસાર, ધાર્મિક મહેતા, વિનોદ પટેલ, યશ વસીટા, લાલજી પટેલ અને ગંગારામ પટેલ, આ તમામની પોલીસે અટકાયત કરી છે.