એનિમલ ફિલ્મનું ટીઝર જોઈ લોકોના ઉડી ગયા હોશ

Other
Other

મુંબઈ, બોલીવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ની એક ઝલક જોવા માટે લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તેવામાં ફિલ્મના મેકર્સે દ્વારા આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મ એનિમલમાં રણબીર કપૂરની સ્ટાઈલ અને તેનો લુક જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા છે. સંદીપ વાંગા રેડ્ડીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘એનિમલ’માં રણબીર કપૂર ઉપરાંત રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ મહત્વની ભૂમિકામાં છે.

રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’નું ટીઝર તેના બર્થડે પર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ ‘એનિમલ’ના ટીઝરની શરૂઆતમાં રણબીર કપૂર એકદમ નિર્દોષ દેખાય છે અને પછી થોડીવારમાં તેની ખતરનાક સ્ટાઈલમાં એન્ટ્રી થાય છે. ટીઝરમાં અનિલ કપૂર અને બોબી દેઓલના કેરેક્ટરથી પણ લોકો પ્રભાવિત થયા છે. ફિલ્મમાં રશ્મિકા મંદન્ના પણ જોવા મળશે. રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ વિશે જણાવવામાં આવી રહ્યું છે કે આ સ્ટોરી એક ગેંગસ્ટર પરિવારની છે. જેમાં અનિલ કપૂર પિતા અને રણબીર કપૂર તેના પુત્ર તરીકે જોવા મળશે.

રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ આ અગાઉ ૧૧ ઓગસ્ટે રિલીઝ થવાની હતી. પરંતુ કોઈકારણોસર ફિલ્મની રિલીઝ ડેટ બદલવામાં આવી અને હવે આ ફિલ્મ ૧ ડિસેમ્બર કરવામાં આવશે. મહત્વનું છે કે આ ફિલ્મ પહેલા રણબીર કપૂર છેલ્લે શ્રધ્ધા કપૂર સાથે ‘તુ જૂઠી મેં મક્કાર’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.