ઢીમા ગામના રસ્તામાં કીચડથી રાહદારીઓને હાલાકી : 200થી વધુ પરિવારો તેમજ શાળાના બાળકોને મુશ્કેલી

Other
Other

વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે ત્રણ દિવસ અગાઉ થયેલા વરસાદ બાદ લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. લોકોને મુશ્કેલી એટલાં માટે પડી રહી છે કે ગામના બસસ્ટેન્ડથી રાજપૂત વાસ, વજીર વાસ, દરબાર વાસ અને દરજી વાસ તરફ જતા મુખ્ય રસ્તામાં 100 મીટરથી વધુના અંતરમાં વરસાદી પાણી એકઠું થતાં મોટા પ્રમાણમાં કીચડ થયું છે. અહીં રસ્તો નીચાણવાળો હોવાથી દર વખતે આ સમસ્યા પેદા થાય છે.

અહીં ઉદ્ભવી રહેલી સમસ્યા માટે ખુદ પંચાયત સદસ્ય રજૂઆત કરે છે છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું  અહીં સ્થાનિક પંચાયતની વધુ લાપરવાહી એટલે સાબિત થાય છે કે આ રસ્તે નિત્ય ક્રમે 100 થી વધુ વિદ્યાર્થીઓ આ કીચડમાંથી ચાલીને શાળાએ જઈ રહ્યા છે. લોકોની માંગણીને ધ્યાનમાં લઈ પંચાયત પોતાની જવાબદારી નિભાવે તે ખૂબજ જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.