કંગાળ પાકિસ્તાનમાં હવે ખાદ્યતેલની ચોરી, પોલીસ સાથે મળી કરતા હતા આ કામ

Other
Other

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે અહીં રાંધણ તેલની ચોરી થઈ રહી છે. આ કેસમાં એક પોલીસકર્મી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ લોકોની ટોળકીએ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ટોળકી પોલીસ વાનનો ઉપયોગ કરીને તેલની લૂંટ કરતી હતી. આ કેસમાં જે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં એક ગોડાઉન માલિક, એક કામદાર અને એક પોલીસકર્મી છે.

ARY ન્યૂઝના અહેવાલ મુજબ, તાજેતરમાં જ ટોળકીએ પોલીસ વાનનો ઉપયોગ કરીને ડીસ્ટ્રીક સેન્ટરમાં તેલનો સ્ટોક વહન કરતા વાહનની લૂંટ કરી હતી. છેલ્લા મહિનામાં લૂંટના આવા ડઝન વધુ બનાવો નોંધાયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓ લૂંટાયેલું તેલ એક ગોડાઉનમાં સંતાડીને રાખતા હતા.

ક્લિફ્ટન એસપી અહેમદ ચૌધરીએ જણાવ્યું હતું કે ત્રણેય લૂંટારુઓ અચો ગેંગના સભ્યો હતા અને છેલ્લા ઘણા દિવસોથી પોલીસના રડાર પર હતા. આ ત્રણને પકડવા માટે પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરીને ગાર્ડન હેડક્વાર્ટર પાસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, પોલીસને ઘરેણાં અને અન્ય ઘણી મોંઘી વસ્તુઓ મળી હતી, જેની કુલ કિંમત લાખો ડોલર હતી. પોલીસે જણાવ્યું કે ચોરીમાં વપરાયેલ સાધનો પણ આરોપી પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે. આ ટોળકી છેલ્લા 16 વર્ષથી આવી ઘટનાઓને અંજામ આપી રહી હતી. હાલમાં આ ગેંગમાં ત્રણ સભ્યો સામેલ હતા જ્યારે ચોથો સભ્ય ખુર્શીદ જેલમાં સજા કાપી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.