નાથાન લિયોને રચ્યો ઈતિહાસ, વર્લ્ડ રેકોર્ડ બનાવનારા દુનિયાના પ્રથમ બોલર
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર નાથાન લિયોને ઈતિહાસ રચ્યો છે. લોર્ડ્સમાં ઇંગ્લેંડની સામે એશેજ 2023ના બીજા ટેસ્ટ માટે મેદાન પર ઉતરવાની સાથે જ અનુભવી ઓફ સ્પિનર નાથાન લિયોન સતત 100 ટેસ્ટ મેચ રમનારા દુનિયાના પ્રથમ બોલર બની ગયા છે. જુલાઈ 2011માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરનારા લિયોન ક્રિકેટનાં ઈતિહાસમા સતત 100 ટેસ્ટ રમનારો છઠ્ઠો ખેલાડી બની ગયો છે. જ્યારે અન્ય ખિલાડી એલિસ્ટર કુક (159), એલન બૉર્ડર(153), માર્ક વૉ (107), સુનીલ ગાવસ્કર(106) અને બ્રેંડન મૈકુલમ (101) છે.
નાથાન લિયોને લોર્ડ્સમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે, એ સ્થળ જ્યા તેમને છેલ્લી વાર આ ફોર્મેટથી નિકાળવામા આવ્યો હતો. આ લગભગ એક દશક પહેલા 2013 એશેજ સીરીજ માટે ઓસ્ટ્રેલિયાના ઇંગ્લેંડના પ્રવાસ દરમિયાન હતુ. નાથાન લિયોને સતત 100મી ટેસ્ટ મેચ પર કહ્યુ, ‘ આ કઈક એવુ છે જેના પર વાસ્તવમાં મને ગર્વ થાય છે. સતત 100 ટેસ્ટ મેચોમાં બની રહેવું અને સક્ષમ થવું એ મારા મગજમાં એક યોગ્ય આંકડો છે. આ ટેસ્ટ ક્રિકેટ છે, ઘણા બધા ઉતાર-ચડાવ છે. કોઈ નવાઈ નથી કે મને કોઈ ઉત્તરાધિકારી નથી મળ્યો.’
નાથાન લિયોને કહ્યુ, ‘કોઈપણ એથલીટને લાંબા સમય સુધી સફળ થવા માટે તમારી આજુબાજુ હકીકતમ સારા લોકો હોવા જરુરી છે, અને હુ ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ટીમ વચ્ચે વાત કરી રહ્યો નથી. મને લાગે છે કે મારો પરિવાર અદભુત રહ્યો છે, એમની સાથે સમર્થન, પ્રેમ અને સાર-સંભાળ છે.
લોર્ડ્સમા વાદળોથી ઘેરાયેલા આકાશની વચ્ચે ઇંગ્લેંડમા ટૉસ જીતીને પહેલા બોલીંગ કરવાનુ નક્કી કર્યુ અને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ કરવા મજબુર કર્યુ. ઓસ્ટ્રેલિયા માટે , લેફ્ટ હેંડેડ બોલર મિશેલ સ્ટાર્કે રાઈટ હેંડેડ બોલર સ્કૉટ બોલેંડની જગ્યા લીધી, જો કે ઇંગ્લેન્ડે ઓફ-સ્પિન ઓલરાઉંડર મોઈન અલીની જગ્યાએ જડપી બોલર જોશ ટોંગુને સામેલ કર્યો હતો. એજબેસ્ટનમા શરુઆતી મેચ રોમાંચક અંદાજમા બે વિકેટથી જિત્યા પછી ઓસ્ટ્રેલિયા હાલ પાંચ મેચોની એશેજ સીરિજ મા 1-0થી આગળ ચાલી રહ્યુ છે.