મોસ્ટ વોન્ટેડ આતંકવાદીનું પાકિસ્તાનમાં મોત, 1981માં એર ઈન્ડિયાની ફ્લાઈટ કરી હતી હાઈજેક

Other
Other

ખાલિસ્તાન સમર્થક અને પાકિસ્તાનમાં વર્ષોથી છુપાયેલા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ગજિન્દર સિંહનું શુક્રવારે (5 જુલાઈ)ના રોજ હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. ગજિન્દર સિંહ 73 વર્ષના હતા. એવું માનવામાં આવે છે કે 1981માં દિલ્હી-શ્રીનગર ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટને હાઈજેક કરનાર આતંકવાદીઓમાં ગજિન્દર સિંહ પણ હતો. ગજિન્દર સિંહ છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનમાં છુપાયેલો હતો. તેમણે તેમના જીવનકાળ દરમિયાન ભારત વિરોધી પગલાં લીધાં હતા. તેણે ખાલસા દળ નામના કટ્ટરપંથી શીખ સંગઠનની પણ સ્થાપના કરી હતી. ગજિન્દર સિંહનું નામ 2002માં ભારતના 20 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ હતું.

ગજિન્દર સિંહનું હાર્ટ એટેકના કારણે નિધન 

ભારત વિરોધી પાર્ટી ખાલસાના સ્થાપક ગજિન્દર સિંહે 1981માં જરનૈલ સિંહ ભિંડરાવાલેની ધરપકડના વિરોધમાં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ હાઈજેક કરી હતી. ગજિન્દર સિંહ લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા. હવે અલગતાવાદીઓ દ્વારા તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.