
ભારતીય ક્રિકેટરો સહિત અનેક દિગ્ગજોએ પાઠવી ધોનીને જન્મદિવસની શુભેચ્છા
દુનિયામાં સફળ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની શુક્રવારે પોતાનો ૪૨મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. ધોની એવો ક્રિકેટર છે જેની ખ્યાતિ આખી દુનિયામાં છે. દરેક દેશમાં ધોનીનાં ચાહકો છે. ધોનીને દરેક જગ્યાએથી જન્મદિવસની શુભેચ્છા મળી રહી છે. કેટલાય દિગ્ગજ લોકોએ તેમને શુભેચ્છા પાઠવી છે.
ભારતીય T20 ટીમનાં કેપ્ટન હાર્દિક પંડયા ધોનીને પોતાનો મોટો ભાઈ માને છે. હાર્દિક પંડયાએ ખાસ અંદાજમાં ધોનીને શુભેચ્છા પાઠવી છે. પંડયાએ ટ્વીટ કરીને ધોનીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી અને ધોનીને તેનો મનપસંદ વ્યક્તિ કહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ દેશને બે વાર વિશ્વ વિજેતા બનાવનાર કેપ્ટનને ખાસ અંદાજમાં યાદ કરતાં શુભેચ્છા પાઠવી છે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને ધોનીને કેપ્ટન, લીડર અને લેજન્ડ કહ્યો છે. બીસીસીઆઈએ લખ્યું છે કે ધોની મહાન ખેલાડીઓ માંથી એક છે. બીસીસીઆઈએ ધોનીનો એક એનીમીનેટેડ ફોટો ટ્વીટ કર્યો છે જેમાં તે ડ્રેસિંગ રૂમમાં 2011 વિશ્વ કપની ટ્રોફી હાથમાં લઈને ઉભા છે. તેની જમણી બાજુએ 2007ની T20 વિશ્વ કપની ટ્રોફી છે અને ડાબી બાજુએ 2013માં તેની કેપ્ટનશીપમાં જીતેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી છે.
બીસીસીઆઇના સચિવ જય શાહે પણ ધોનીનાં જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. ત્યાં જ ધોનીની કેપ્ટનશીપમાં પાંચ વાર આઇપીએલ જીતનારી ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના લીડરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ધોની 2008 થી ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન છે. ધોનીની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ટીમ ઇન્ડિયામાં કેટલાય વર્ષથી સાથે રમનાર સુરેશ રૈનાએ પણ ધોનીને શુભેચ્છા પાઠવી છે અને ધોનીને મોટો ભાઈ કહ્યો છે.
આઇપીએલની ફેંચાયીજી કોલકાતા નાઇટ રાઇડર્સે પણ ધોનીને શુભેચ્છા પાઠવી છે. કેકેઆરએ ધોનીનો એક ફોટો ટ્વીટ કર્યો છે જેમાં ધોની બરફના સિંહાસન ઉપર બેઠો છે અને લખ્યું છે કે હેપ્પી બર્થડે કેપ્ટન કૂલ. ધોનીને કેપ્ટન કૂલ કહેવામાં આવે છે કારણ કે તે કઠિન પરિસ્થિતિઓમાં પણ શાંત રહે છે.