દિલ્હી-દહેરાદૂન હાઈવે પર મોટો અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે અથડામણમાં 4 લોકોના મોત, 3 ઘાયલ
દિલ્હી-દહેરાદૂન હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અથડામણમાં ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. હાલમાં અધિકારીઓ આ અકસ્માતના કારણોની તપાસ કરી રહ્યા છે. કહેવાય છે કે ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત મુઝફ્ફરનગર જિલ્લાના નવી મંડી કોતવાલી વિસ્તારમાં નેશનલ હાઈવે 58 પર થયો હતો. અહીં અર્ટિગા કારે રોડ કિનારે પાર્ક કરેલી ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અર્ટિગા કારના ટુકડા થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.