ભારત ડેનમાર્ક સામે હારતા ડેવિસકપ વર્લ્ડ ગ્રૂપ ટુમાં ફેંકાઇ ગયું

Other
Other

મેન્સ ટેનિસ ટીમનો 2-3થી ડેનમાર્ક સામે પરાજય થતા ભારત ડેવિસકપ વિશ્વ ગ્રૂપ-ટુમા ફેંકાયું હતુ.આમ વિશ્વ રેન્કિંગમાં 8મું સ્થાન ધરાવતા રૂનેએ તેની ત્રણેય મેચ જીતીને ડેનમાર્કને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.ત્યારે આજે ત્રીજા દિવસે ડેનમાર્કે પ્રથમ રિવર્સ સિંગલ્સ જીતીને 3-1થી સરસાઈ મેળવી લીધી હતી.આમ વિશ્વ રેન્કિંગમાં 506મો ક્રમાંક ધરાવતો ભારતનો સુમિત નાગલ પહેલા સેટમાં જીતની નજીક પહોંચ્યો હતો.ત્યારે રૂનેએ પુનરાગમન કરતાં 7-5,6-3થી જીત હાંસલ કરતાં ટીમને 3-1થી વિજય અપાવ્યો હતો.આ અગાઉ રૂનેએ યુકી ભામ્બરીને 6-2,6-2થી હરાવ્યો હતો.જ્યારે સુમિત નાગલે હોલ્મગ્રેનને 6-4,3-6,4-6થી હરાવીને ભારતને 1-1થી બરોબરી અપાવી હતી.જેમાં રૂને-ઈન્ગિલ્ડસેનની જોડીએ યુકી ભામ્બ્રી-બોપન્નાને 6-2,6-4થી હરાવીને ડેનમાર્કને 2-1થી લીડ અપાવી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.