નવા સંસદ ભવનનું ઉદઘાટન, PM મોદીએ દંડવત કરીને વિધિ-વિધાન સાથે લોકસભામાં સેંગોલની સ્થાપના કરી

Other
Other

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવન અને મંત્રોચ્ચાર સાથે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું છે. પૂજા બાદ તમિલનાડુના મઠોના અધનમે પીએમ મોદીને સેંગોલ સોંપ્યું હતું. વડાપ્રધાને સેંગોલને પ્રણામ કર્યા પછી સંસદમાં સ્પીકરની ખુરશીની બાજુમાં સ્થાપિત કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે સ્પીકર ઓમ બિરલા હાજર હતા.સેંગોલ સ્થાપન પછી, પીએમ મોદીએ સંસદના નિર્માણમાં સામેલ શ્રમ યોગીઓનું સન્માન કર્યું. આ પછી સર્વધર્મ સભા યોજાઈ હતી.

નવી સંસદ ભવનનાં ઉદઘાટન માટે હવન-પૂજન શરૂ થઈ ગયા છે. પૂજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પીકર ઓમ બિરલા હાજર છે. ચેન્નાઈથી આવેલા ધર્મપુરમ અધીનમ મઠના 21 સંતોએ પીએમ મોદીને સેંગોલ સોંપ્યું. વડાપ્રધાને સેંગોલમાં નમન કર્યા અને સંતોના આશીર્વાદ લીધા હતા.

આ પછી પીએમ મોદીએ મંત્રોચ્ચાર વચ્ચે સ્પીકરની ખુરશીની બાજુમાં સેંગોલ સ્થાપિત કર્યું. આ પછી તેમણે સંસદના નિર્માણમાં યોગદાન આપનારા શ્રમ યોગીઓનું સન્માન કર્યું. આ પછી સર્વધર્મ સભા યોજાઈ હતી.PM મોદી સવારે 7:30 વાગ્યે સંસદ પહોંચ્યા અને પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નમન કર્યા અને પછી પૂજામાં સામેલ થયા હતા.

ઉદઘાટન પહેલાં વડાપ્રધાને દરેકને સંસદ ભવનનાં વીડિયો માટે વૉઇસ ઓવર આપવા અપીલ કરી હતી. આ પછી શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અનુપમ ખેર જેવી હસ્તીઓએ આ વીડિયોમાં પોતાનો અવાજ આપ્યો. જણાવી દઈએ કે 20 વિપક્ષી પાર્ટીઓએ સંસદના ઉદઘાટનનો બહિષ્કાર કર્યો છે.

શાહરૂખ-અક્ષયે સંસદના નવા વીડિયોને આપ્યો અવાજ ઉદ્ઘાટન પહેલાં, વડાપ્રધાને દરેકને સંસદ ભવનનાં વીડિયો માટે વૉઇસ ઓવર આપવા અપીલ કરી હતી. આ પછી શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અનુપમ ખેર જેવી હસ્તીઓએ આ વીડિયોમાં પોતાનો અવાજ આપ્યો છે. મોદીએ ટ્વિટ કરીને શાહરૂખ અને અક્ષય કુમારના વોઈસ ઓવરની પ્રશંસા કરી હતી.

નવી સંસદમાં સર્વધર્મ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ કેબિનેટ મંત્રીઓ અને અન્ય રાજ્યોના સીએમ સહિત ઘણા પ્રતિષ્ઠિત લોકો હાજર છે. આ સર્વધર્મ સભામાં બૌદ્ધો, જૈન, પારસી, શીખ સહિત અનેક ધર્મોના ધાર્મિક નેતાઓએ પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધાર્મિક અનુષ્ઠાન બાદ નવા સંસદ ભવન લોકસભામાં સેંગોલની સ્થાપના કરી હતી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ બિલ્ડિંગના નિર્માણમાં કામ કરનારા શ્રમિકોનું સન્માન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.