મહેસાણામાં ભૂલથી 2 લાખ ક્યાંક મુકાઇ ગયા, વીડિયો જોઇ 20 દિવસે ચોરીની ખબર પડી

Other
Other

કોરોનાકાળ વચ્ચે મહેસાણા શહેરમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ગુટકાના હોલસેલ વેપારી વીસેક દિવસ પહેલાં ઘરેથી ઇકોમાં 2 લાખ રોકડ લઇ બેંકમાં જમા કરાવવા નિકળ્યાં હતા. જે બાદમાં બેંક બંધ હોઇ ઇકોનો દરવાજો ખુલ્લો રાખીને તેઓ અન્ય દુકાનમાં માલ ખરીદવા જતાં રહ્યા હતા. જે બાદમાં ર લાખ ભરેલી બેગ નહી મળતાં પોતે ઘર ભુલી ગયા હોવાનું માની ઘરે તપાસ કરી હતી. જોકે આખુ અઠવાડીયું તપાસ કર્યા બાદ બેગ નહીં મળતાં પોલીસને સાથે રાખી સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ઇસમ પૈસા ભરેલી બેગ કારમાંથી ચોરીને જતો હોવાનું દેખાયુ હતુ. જે બાદમાં વેપારીએ અજાણ્યાં ઇસમ સામે મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

મહેસાણા શહેરના ગુટકાના હોલસેલ વેપારીએ 2 લાખ રોકડ ચોરીની ફરીયાદ નોંધાવતાં ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. વિગતો મુજબ શહેરના જી.ઇ.બી.ની સામેની સારસ્વત સોસાયટીમાં રહેતાં દિપકભાઇ પ્રકાશચંદ્ર હિરવાની ગુટકાનો હોલસેલ વેપાર કરે છે. ગત તા. 03/05/2021ના રોજ તેઓ પોતાની ઇકો કારમાં સવારે 9 વાગ્યે 2 લાખ રોકડ લઇ બેંકમાં જમા કરાવવા પહોંચ્યાં હતા. જોકે બેંક બંધ હોઇ વેપારી આસ્થા માર્કેટમાં મહાકાલી ટ્રેડર્સની બાજુમાં પાર્ક કરી માલ લેવા ગયા હતા. જે બાદમાં તપાસ કરતાં પૈસાની થેલી જોવા નહી મળતાં પોતે ઘરે ભુલી ગયાનું માની ઘરે તપાસ કરવા છતાં પૈસા મળ્યા ન હતા.

આ દરમ્યાન વેપારીએ પૈસા કોઇ અન્ય જગ્યાએ મુક્યાં હોવાનું માની આખા ઘરમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે પૈસા નહીં મળતાં ચોરી થયાનું માની પોલીસમાં અરજી આપવા વિચાર્યુ હતુ. જોકે લોકડાઉનને કારણે દુકાનો પણ બંધ હોઇ બાદમાં દુકાનો ખુલતાં વેપારીએ પોલીસને સાથે રાખી એમ.આર.ટ્રેડર્સના સીસીટીવી ચેક કરતાં ચોંકાવનારી સ્થિતિ બની હતી. જેમાં એક ગઠીયો વેપારની ઇકોમાંથી આગળની શીટમાંથી 2 લાખ ભરેલી થેલી લઇ જતો કેમેરામાં કેદ થયો હતો. સમગ્ર મામલે મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસે અજાણ્યાં ઇસમ સામે આઇપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.