મક્કામાં હજ યાત્રીઓ પર ગરમીનો પ્રકોપ; 550 યાત્રાળુઓ મૃત્યુ પામ્યા

Other
Other

આ વર્ષે દુનિયાના દરેક ખૂણામાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે, ત્યારે સાઉદી અરેબિયામાં ગરમીના કારણે તાપમાન 48 ડિગ્રી ને પાર થઈ ગયું છે. તો સાઉદી અરેબિયામાં ભીષણ ગરમીને કારણે સૌથી વધારે હાલાકીનો સામનો હજ યાત્રાળુઓ ને કરવો પડી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં આ કાળઝાળ ગરમીમાં હજ યાત્રા દરમિયના કુલ 550 હજ યાત્રાળુઓના મોત નિપજ્યા છે. મૃત્યુ પામેલા લોકો પૈકી સૌથી વધુ લોકો 323 મિસ્રના નાગરિકો હતાં. જેમાં મોટાભાગના લોકોની મોત કાળઝાળ ગરમીને કારણે નાગરિકોના મોત થયા છે. તો જોર્ડનના કુલ 60 નાગરિકોના મોત નિપજ્યા છે. જોકે આંતરરાષ્ટ્રીય મીડિયા સૂત્રોના અનુસાર હજ યાત્રાળુઓઓના મોતનો આંકડો વધી શકે છે. તો મક્કાના સૌથી મોટા મુર્દાધરમાં અલ-મુઆઈસમમાં કુલ 550 મૃતક છે.

ગત મહિને એક રિપોર્ટ સાઉદી અરેબિયાના હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી હતી. તેના કારણે શક્ય છે કે, આ વખતે હજયાત્રા વિલંબિત કરવામાં આવે છે. કારણ કે… જે સ્થળ પર હજયાત્રા કરવામાં આવે છે. તેવા વિસ્તારોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. ત્યારે આશરે 0.4 ડિગ્રીના આંકડા સાથે તાપમાનમાં વધારે થઈ રહ્યો છે. તો સાઉદી અરેબિયાના હવામાન વિભાગ દ્વારા આ વર્ષે મક્કાની ગ્રાંડ મસ્જિદમાં તાપમાન આશરે 51.8 ડિગ્રી રહેશે.

જો કે, ગયા વર્ષે, હજ દરમિયાન ગરમીના કારણે લગભગ 240 હજ pilgrims ઓ, જેમાં મોટાભાગે ઇન્ડોનેશિયાના લોકો મૃત્યુ પામ્યા હતા. સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર ગરમીના કારણે બીમાર પડેલા લગભગ 200 હજ pilgrims ઓની સારવાર કરવામાં આવી રહી છે. સાઉદી સત્તાવાળાઓએ યાત્રાળુઓને છત્રીનો ઉપયોગ કરવા, પુષ્કળ પાણી પીવા અને દિવસના સૌથી ગરમ કલાકોમાં સૂર્યના સંપર્કમાં આવવાથી બચવાની સલાહ આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.