દિલ્હીના GT રોડ પર ગોજારો અકસ્માત, 2 વાહનોની ટક્કરથી 4 કંવરિયાના મોત, 15 ઘાયલ

Other
Other

દિલ્હીના જીટી કરનાલ રોડ પર એક મોટી દુર્ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે થયેલા આ ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર યુવતીઓએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં અન્ય 15 લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘણા ઘાયલોની હાલત ગંભીર છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમ દિલ્હીના સિરસપુર પાસે બે ટ્રકોની ભીષણ ટક્કર બાદ આ અકસ્માત થયો હતો. આલીપોરથી પુરપાટ તરફ પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક કંવરિયાઓને લઈ જતી બીજી ટ્રક સાથે અથડાઈ હતી. બે વાહનોની આ ટક્કરનો અવાજ એટલો મોટો હતો કે આસપાસના લોકો ચોંકી ગયા હતા. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઇમરજન્સી સેવાઓને અકસ્માત સ્થળે બોલાવી હતી અને ઘાયલોને નરેલાની સત્યવાદી હરિશ્ચંદ્ર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા ચાર લોકોના જીવ બચાવી શકાયા નથી. પોલીસના જણાવ્યા અનુસાર ટ્રકમાં 25 જેટલા કંવરીયાઓ હતા.

છેલ્લા એક સપ્તાહ દરમિયાન દિલ્હી-એનસીઆરમાં આ બીજી મોટી દુર્ઘટના છે જેમાં છોકરીઓએ જીવ ગુમાવ્યો છે. અલીપુર નજીક આ દુર્ઘટનાના બે દિવસ પહેલા ગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પણ 8 લોકોના કરૂણ મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.