પાટણ શહેરના મહોલ્લા,પોળો અને સોસાયટી વિસ્તાર સહિત ગણપતિ મંદિર ખાતે ગણેશ ઉત્સવ નો પ્રારંભ કરાયો
અબીલ ગુલાલની છોળો વચ્ચે શ્રી ને વાજતે ગાજતે પંડાલમાં સ્થાપિત કરાયા: પાટણ શહેરમાં ગણેશ મહોત્સવની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરમાં શુકવારે રાત્રે અને શનિવારે વહેલી સવારથી ભક્તોએ પોતાના ઘરોમાં શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી હતી.માટીની મૂર્તિની સ્થાપના કરવા માટે સવારથી જ ઓતિયા પરિવાર સહિત અન્ય દૂકાનો,લારીઓ પર શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.અબીલ ગુલાલની છોળો ઉડાડી શ્રીજીની પૂજા અર્ચના કરી મૂર્તિઓને પોતાના ઘરે સોસાયટીઓ, મહોલ્લા,પોળોમાં લઇ જવા માટે રીક્ષા,લારીઓ,ઊંટ લારીઓ અને ટ્રેક્ટરો,ગાડી, બાઇક પર વાજતે-ગાજતે લઈ જઈ શ્રીજીની પૂજા અર્ચના કરી સ્થાપના કરવામાં આવી હતી.તેમજ શહેરના વિવિધ ગણપતિના મંદિરોમાં હોમ હવન પણ યોજાયા હતો.
શહેરમાં ગણેશ ચતુર્થીના પાવન દિવસે શહેરના હિંગળાચાચર ચોકમાં ગણપતિની પોળમાં આવેલા અતિપ્રાચીન સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગણેશજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા.