Gadar 2: અમિષા પટેલે ‘ગદર 2’ ના ડાયરેક્ટર પર લગાવ્યા આરોપ, પ્રોડક્શન કંપનીને નથી ચુક્વ્યા બીલ
બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ ફિલ્મ ગદર 2માં જોવા મળશે. પરંતુ અભિનેત્રીએ ફિલ્મના પ્રોડ્યુસર અનિલ શર્મા પર મિસમેનેજમેંટના આરોપ લગાવ્યા છે. અમિષા પટેલે કહ્યુ છે કે પ્રોડશન કંપનીએ હજુ સુધી કેટલાય લોકોના લેણા ચુક્વ્યા નથી. અમિષા પટેલે ચંડીગઢમાં ફિલ્મ શૂટિંગ દરમિયાન કંપની પર મિસમેનેજમેંટના આરોપ લગાવ્યા છે અને કેટલાય ટ્વિટ કરીને કહ્યુ છે કે અનિલ શર્મા પ્રોડક્શસે મેકઅપ આર્ટિસ્ટ અને કેટલાય કોસ્ટ્યુમ ડિજાઈનર્સના પૈસા ચુક્વ્યા નથી.
અમિષા પટેલે બીજો આરોપ લગાડતા કહ્યુ છે કે ‘પ્રોડશન કંપનીના ખરાબ મેનેજમેંટના કારણે કેટલાય લોકોના રહેવા, જમવા અને ટેક્સીના બિલ્સ ક્લિયર કરવામાં આવ્યા નથી. પરંતુ જી સ્ટુડિયોએ બધાને સુનિશ્ચિત કરતા કહ્યુ છે કે તેમનુ લેણુ ચુકવવામાં આવશે.
અમિષા પટેલે એવુ પણ કહ્યુ છે કે ‘ફિલ્મથી જોડાયેલ બધા લોકો જાણે છે કે ગદર 2 ફિલ્મને અનિલ પ્રોડક્શન બનાવી રહી છે જે કેટલીય વાર ફેલ સાબિત થયુ છે, પરંતુ ZeeStudiosએ હંમેશા આવી બાબતને સુધારી છે. તમને જણાવી દઈએ કે અનિલ શર્માના ડાયરેક્શનમાં બની રહેલી ગદર 2 ફિલ્મમાં સની દેઓલ અને અમિષા પટેલ લીડ રોલ પ્લે કરી રહ્યા છે. આ ફિલ્મમાં અનિલ શર્માનો દીકરો ઉત્કર્ષ શર્મા પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રીલીજ થશે. ગદર 2ની પ્રોડક્શન કંપની જી સ્ટુડીયો અને અનિલ શર્મા પ્રોડક્શન છે.