આ પાંચ વસ્તુઓ ખાવાથી વધી જશે માથાના વાળનું જીવન, અજમાવો અને પરિણામ જુઓ
વાળ લાંબા અને કાળા રહે તેવી ઈચ્છા દરેકની હોય છે. આ ઈચ્છા પૂરી કરવા માટે લોકો માર્કેટમાં મળતા મોંઘા પ્રોડક્ટ નો ઉપયોગ પણ કરે છે. પરંતુ તેમ છતાં વાળ ઉપર તેની વધારે અસર દેખાતી નથી. આમ થવાનું મુખ્ય કારણ હોય છે પ્રદૂષણ અને ખોરાક. વધતા પ્રદૂષણ અને ખોરાકની ખોટી આદતોના કારણે વાળ નબળા પડી જાય છે અને ખરવા લાગે છે. આવી સ્થિતિમાં મોંઘા પ્રોડક્ટ પણ કામ આવતા નથી. જો આ બે કારણોને લીધે વાળ ખરતા હોય તો તેના માટે અન્ય કોઈ ઉપાય કરવાને બદલે તમે ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરશો તો સૌથી વધુ ફાયદો થશે.
જો તમારે વાળને મજબૂત કરવા હોય તો ઈંડાનું સેવન કરવું. વાળ પ્રોટીનથી બને છે અને પ્રોટીનની ઉણપ સર્જાય તો વાળ ખરવા લાગે છે તેવામાં ઈંડા પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત સાબિત થાય છે ઈંડા નું સેવન કરવાથી શરીરમાં પ્રોટીનની ખામી દૂર થાય છે. રોજ એક ઈંડુ ખાવાથી શરીરની પ્રોટીન ની જરૂરિયાત પૂરી થાય છે અને ખરતા વાળ અટકે છે.
મગફળી અથવા તો પીનટ બટર પણ વાળ માટે ફાયદાકારક છે. તેમાં સારા એવા પ્રમાણમાં વિટામિન ઈ હોય છે અને બાયોટીન હોય છે. જે વાળને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી હોય છે. તમે પોતાના આહારમાં પીનટ બટન નો સમાવેશ કરશો તો ખરતા વાળ અટકશે.
ડ્રાયફ્રૂટ્સ