
બનાસકાંઠાના પૂર્વ સી.ડી.એચ.ઓ. સામે ફરીથી તપાસના આદેશ
બનાસકાંઠાના પૂર્વ જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સી સામે થરાદ તાલુકાના ભાજપના તત્કાલિન પ્રમુખ અને હાલ તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઇ ડી. માળી દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગના કમિશ્નરને લેખીતમાં તા. ૫ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ રજુઆતો કરવામાં આવી હતી અને તેમાં તેઓએ રજુઆત કરી હતી કે ડો. મનિષ ફેન્સી દ્વારા કર્મચારીઓની ખોટી બદલીઓ અને અનૈતિક સબંધોની તપાસ કરવાના હેડીંગ સાથે રજુઆત કરેલ અને તેમાં જણાવેલ કે આ ફેન્સી દ્વારા કલાર્કો તેમજ નાના કર્મચારી અને સારા ડોક્ટરોની ખોટી ખોટી બદલીઓ કરી દેવામાં આવેલ, કોવિડ ૧૯ માં ઉંચા ભાવે મોટા પ્રમાણમાં ખરીદીઓ કરીને સરકારની તિજાેરીને મોટુ નુકસાન આપેલ, આયુષ ડોક્ટરોને પોતાના સ્પે. ઓર્ડર કરીને છ્ૐર્ં ની નવિ પોસ્ટ ઉભી કરીને ત્યાં નિમણુક આપવામાં આવેલ તેમજ કાયદેસરના પ ને એક મેડીકલ ઓફિસર તરીકે નિચલી પાયરી ઉપર મુકીને તેમને નિચુ દેખાડવાનુ કામ કરેલ તેમજ લાખણી તેમજ ધાનેરામાં પોતાના અંગત સ્વાર્થ માટૅ બે મહીલાઓને પ ના ચાર્જ આપીને ખોટી ખરીદીઓ કરેલ તેમજ પોતાના અંગત એક આયુષ ડોકટરને પાલનપુર સિવીલ ખાતે પોતાના તાબામાં આવતુ ન હોવા છતાં તે જગ્યા ઉપર પ્રમોશન આપવામાં આવેલ તેવી રજુઆતો કરવામાં આવતા આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના કમિશ્નર દ્વારા આ બાબતે ખાતાકિય તપાસના આદેશ આપવામાં આવેલ અને તપાસ અધિકારી તરીકે ઇન્દ્રજીતસિહ સોલંકી (નિવૃત નાયબ સચિવ) સામાન્ય વહીવટ વિભાગ અને તપાસ અધિકારી તરીકે નિમણુક કરવામાં આવેલ. જેથી આ તપાસ અધિકારીએ અરજી કરનાર દાનાભાઇ માળીને પોતાના તમામ પુરાવા સાથે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા અને ડો. ફેન્સી સામે તપાસ સરુ કરવામાં આવતા ફરીથી બનાસકાંઠા જીલ્લાના આરોગ્ય વિભાગમાં સોપો પડી જવા પામ્યો છે.
સરકાર દ્વારા આ બાબતે તટસ્થ તપાસ થાય તે જરુરી છે : દાનાભાઇ માળી
ડો. મનિષ ફેન્સી બનાસકાંઠામાં હતા ત્યારે કર્મચારીઓનું શોષણ કરવામાં કોઇ કસર છોડી ન હતી તેઓએ ખોટી રીતે ડોક્ટરો, અને અન્ય કર્મચારીઓને હેરાન કરી તેમની બદલી કરવી અને તેમને પાછા લાવવામાં રકમ પડાવવી તેમજ પોતાના અંગત માણાસોને જે પોસ્ટના હોય તેવી નવિન પોસ્ટ ઉભી કરી તેના ઉપર નિમણુક આપવામાં આવતી હતી અને મોટા પ્રમાણામાં ખરીદીમાં ગેરરીતીઓ આચરી હોવાથી અમે બે વર્ષ અગાઉ રજુઆતો કરી હતી અને તેની તપાસ શરૂ થતાં અમને ૧૪ ફેબ્રુઆરી-૨૦૨૩ ના રોજ ગાંધીનગર ખાતે તપાસ અધિકારી દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને અમે જે અરજી કરી હતી તેના તમામ પુરાવા તપાસ અધિકારીને આપ્યા છે અને આવા અધિકારી સામે યોગ્ય પગલાં ભરીને તેને ડીસમિસ કરવા માટે પણ તપાસ અધિકારી અને સરકારને લેખીતમાં આપ્યુ છે.