પાલનપુર-ડીસા હાઇવે પર લડબી નાળા પાસે સ્પીડ બ્રેકર મુકવા માંગ

Other
Other

પાલનપુરના ડીસા હાઇવે પર અકસ્માત ઝોન સમા લડબી નાળા પાસેના વળાંક માં અગાઉ લગાવેલ સ્પીડ બ્રેકર રોડના સમાર કામમાં સમતળ થઈ જતા હાઇવેના આ વળાંક માં પસાર થતા વાહન ચાલકોમાં બમ્પના અભાવે અકસ્માત સર્જાવાની ભારે દહેશત વર્તાઈ રહી છે. ત્યારે હાઇવે ઓથોરિટી દ્રારા આ જગ્યાએ સ્પીડ બ્રેકર મુકવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. આ અંગે પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, વર્તમાન નગરસેવક અને ભાજપ અગ્રણીએ લેખિત રજૂઆતો કરી છે. ત્યારે અકસ્માતોની રાહ જોયા વિના તંત્ર દ્વારા સ્તવરે સ્પીડ બ્રેકર મુકાય તે જરૂરી બન્યું છે. પાલનપુર થી ડીસા જતા હાઇવે પર લડબી નાળા પાસે અગાઉ અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાતા નિર્દોષ જિંદગી ઓનો ભોગ લેવાતો હતો. જેને લઈ અકસ્માતના બનાવો રોકવા માટે લડબી નાળા પર વળાંક માં સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા હતા. જે બાદ આ જગ્યાએ અકસ્માતની ઘટનાઓ અટકી હતી. જોકે તાજેતરમાં આ રોડના નવીની કરણના સ્પીડ બ્રેકર કાઢી દેવામાં આવ્યા છે. જેને પાલનપુર થી ડીસા જતા અને ડીસા થી પાલનપુર તરફ પુરઝડપે આવી રહેલા વાહનો ને કારણે હાઇવેમાં વળાંક માં અકસ્માત સર્જાવા ની ભીતી સેવાઈ રહી છે. જેને લઈ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અમૃતભાઈ જોશી અને સ્વાગત વિલા સોસાયટીના પ્રમુખ એવમ ભાજપ અગ્રણી વિરચંદ ભાઈ પટેલ તથા મ્યુનિ.સભ્ય અબરાર શેખ દ્રારા પણ આ અંગે લેખિત રજુઆત કરવામાં આવી છે. જેને લઈ હાઇવે ઓથોરિટી દ્રારા પાલનપુરના લડબી નાળા પર અકસ્માત ની ઘટનાઓ અટકાવવા માટે રોડ બન્ને સાઈડના રોડ પર સ્પીડ બ્રેકર મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.