Cricket/ ટીમ ઈન્ડિયામાં શમી-બુમરાહ કરતાં પણ વધુ ખતરનાક બોલરની એન્ટ્રી
IND vs WI, Test Series: ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિજની શરુઆત 12 જુલાઈથી થવા જઈ રહી છે. ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર 2 ટેસ્ટ, 3 વનડે, અને 5 ટી20 ઇન્ટ્રનેશનલ મેચ રમાવાની છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 12 જુલાઈથ ડોમનિકામા રમાશે. વેસ્ટ ઈન્ડિઝની સામે આ બે મેચોની ટેસ્ટ સીરિજ માટે ટીમ ઇંડીયામા જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીથી પણ ખતરનાક જડપી બોલરની એંન્ટ્રી થઈ છે. ભારતનો આ જડપી બોલર બે મેચોની ટેસ્ટ સીરિજમા વેસ્ટ ઈન્ડિઝની ટીમને ધૂળ ચટાડી દેશે.
ભારતનો આ ખુંખાર જડપી બોલર વેસ્ટ ઈન્ડિઝની સામે આ બે મેચોની ટેસ્ટ સીરિજમાં ડેબ્યુ કરી શકે છે. આ ખુંખાર ફાસ્ટ બોલર કેપ્ટન રોહીત શર્માનો સૌથી ઘાતક હથીયાર સાબિત થશે. ટીમ ઇંડીયાને જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીથી પણ એક ઘાતક જડપી બોલર મળી ગયો છે,જે હારેલી બાજીને જીતમા ફેરવવાનુ બહુ સારી રીતે જાણે છે. આ ફાસ્ટ બોલરે બતાવ્યુ છે કે તે જશપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીથી પણ ધારદાર જડપી બોલર છે. મુકેશ કુમારે આ આઈપીએલ સીજનમા શાનદાર પ્રદર્શન કરતા દીલ્હી કેપિટલ્સ માટે 10 મેચોમા 7 વિકેટ લીધી છે.
મુકેશ કુમારે બંગાળ માટે 39 ફર્સ્ટ ક્લાસ મેચોમા 21.55ની શાનદાર બોલીંગ શરેરાશથી 149 વિકેટ લિધી છે. મુકેશ કુમારે આ દરમિયાન 6 વખત ઇનિંગ્સમાં 5 વીકેટ લિધી છે. આ સિવાય તેને 8 વખત ઇનિગ્સમાં 4 વિકેટ લિધી છે. જણાવી દઈએ કે મુકેશ કુમાર પહેલા ગોપાલગંજમા ક્રીકેટ રમતો હતો અને એનુ પ્રદર્શન સારુ હતુ. તે બિહાર માટે અન્ડર-19 ક્રિકેટ પણ રમ્યો. એના પછી પિતાએ નોકરી માટે તેને કોલકત્તા બોલાવી લીધો હતો. મુકેશના પિતાએ કોલકત્તામા રીક્ષા ચલાવતા હતા. મુકેશ કુમારે સીઆરપીએફ (કેંદ્રીય રીજર્વ પોલીસ સેના)માં એંટ્રી માટે તનતોડ મહેનત કરી, પરંતુ ત્રણ વખત તેઓ મેડીકલ ટેસ્ટમા અસફળ થયા. એના પછી તેઓ કોલકત્તા પહોંચી અને ક્રીકેટ રમવા લાગ્યા.
મુકેશ કુમાર જમણા હાથનો ઝડપી બોલર અને ડાબા હાથનો બેટ્સમેન છે. બિહારના એક સામાન્ય પરિવાર સાથે જોડાયેલા મુકેશ કુમારને IPL 2023ની હરાજીમાં દિલ્હી કેપિટલ્સે 5.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે તેની મૂળ કિંમત માત્ર 20 લાખ રૂપિયા હતી, પરંતુ તેની મૂળ કિંમત કરતા લગભગ 28 ગણી વધુ કિંમતે તેની હરાજી કરવામાં આવી હતી.