મંત્રી પદ ન મળતા ભાજપના સાંસદ થયા ગુસ્સે, કહ્યું- ‘લોકોએ મને કહ્યું કે આ દલિત વિરોધી પાર્ટી છે’

Other
Other

કર્ણાટકના ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને દલિત નેતા રમેશ જીગાજીનાગીએ પાર્ટી વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો છે કે મોટાભાગના કેન્દ્રીય પ્રધાનો ઉચ્ચ જાતિના છે અને દલિતોને સાઈડલાઈન કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 72 વર્ષીય રમેશ જીગાજીનાગી 7 વખત સાંસદ રહી ચૂક્યા છે અને તેમની ગણના રાજ્યના અગ્રણી દલિત નેતાઓમાં થાય છે. 2024ની લોકસભા ચૂંટણીમાં વિજયપુરા સીટ પરથી જીતેલા જીગાજીનાગી 2016થી 2019 સુધી રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે. ભાજપમાં જોડાતા પહેલા તેઓ જનતા પાર્ટી, જનતા દળ, લોક શક્તિ અને જનતા દળ યુનાઈટેડમાં હતા.

‘લોકોએ કહ્યું કે આ દલિત વિરોધી પાર્ટી છે’

2024ની  લોકસભા ચૂંટણી  બાદ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન ન મેળવી શકવા પર નારાજગી વ્યક્ત કરતા જીગાજીનાગીએ કહ્યું, ‘મારા માટે મંત્રી પદ જરૂરી નથી. મારા લોકોનું સમર્થન મારા માટે મહત્વપૂર્ણ છે. જીત્યા બાદ જ્યારે હું લોકોની વચ્ચે આવ્યો તો તેઓએ મને ખૂબ ઠપકો આપ્યો. તેમણે કહ્યું કે આ પાર્ટીમાં જોડાતા પહેલા મારે જાણવું જોઈતું હતું કે આ દલિત વિરોધી પાર્ટી છે. લોકોએ કહ્યું હતું કે મારે આ પાર્ટીમાં જોડાવું જોઈએ નહીં. મને આ પદ આપવામાં આવે તેવી જનતાની અપેક્ષા હતી. તમે લોકો મને કહો કે આ ન્યાય છે કે અન્યાય?

‘હું આ નિર્ણયથી ખૂબ દુઃખી છું’

જીગાજીનાગીએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે, ‘સમગ્ર દક્ષિણ ભારતમાં એક દલિત નેતા તરીકે હું એકલો જ વિજયી બન્યો છું. અત્યાર સુધીમાં 7 ચૂંટણી જીતી ચૂક્યા છે. તમામ ઉચ્ચ જાતિના લોકો મંત્રી બન્યા. શું આનો મતલબ એવો થાય કે દલિતોએ ભાજપને મત નથી આપ્યો? હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે મને આ નિર્ણયથી ખૂબ જ દુઃખ થયું છે. તમને જણાવી દઈએ કે જીગાજીનાગીએ 1998માં લોકસભાની પહેલી ચૂંટણી લોક શક્તિ પાર્ટીની ટિકિટ પર જીતી હતી. ત્યારથી તેઓ સતત 7 વખત સંસદ પહોંચ્યા છે. તેઓ 1983માં તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી જીત્યા અને બાદમાં ત્રણ વખત ધારાસભ્ય બન્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.