બજરંગ દળના કાર્યકરોએ ગૌમાંસ લઈ જતા બે લોકોને ધોકા વડે માર માર્યો
મધ્યપ્રદેશના ખંડવામાં બુધવારે બજરંગ દળના કાર્યકરોએ બે મુસ્લિમ પુરુષોને લાકડીઓ અને ધોકા વડે માર માર્યો હતો અને ઈદ-ઉલ-અઝહાના અવસર પર ગૌમાંસ લઈ જવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસની માહિતી અનુસાર, બે બાઇક સવારો ખંડવાના સિહદા ગામથી ઈમલીપુરા તરફ જઈ રહ્યા હતા.
આરોપ છે કે આ બે મુસ્લિમ યુવકો સિહદા ગામમાંથી માંસ લઈને ઈમલીપુરા જઈ રહ્યા હતા.ખંડવામાં પોલીટેકનિક કોલેજ પાસે બજરંગ દળના કાર્યકરોએ તેમને રોક્યા. બજરંગ દળના કાર્યકરોએ તેમના પર ગૌમાંસ લઈ જવાનો આરોપ લગાવ્યો હતો. યુવકોએ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તેઓ મટન લઈને જતા હતા.
બજરંગ દળના કાર્યકરોએ પીડિતોના કપડાં ફાડી નાખ્યા
આ પછી ગુસ્સે ભરાયેલા બજરંગ દળના કાર્યકરોએ યુવકોને લાકડીઓ વડે માર માર્યો હતો. બજરંગ દળના કાર્યકરોએ યુવકોના કપડા પણ ફાડી નાખ્યા હતા. ઝઘડાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બંને પીડિતોને બચાવીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા અને બજરંગ દળના કાર્યકરોએ તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો.
Tags gujarati news india NEWS Rakhewal