
SG હાઈવે પર સર્જાયો વધુ એક અકસ્માત, બસ અને એક્ટીવા વચ્ચે ટક્કર થતા એકને ગંભીર ઈજા
રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે ફરી એક વાર અમદાવાદમાં અલગ અલગ જગ્યા પર 2 અકસ્માત થયા છે. અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલા વાયએમસી ક્લબ નજીક એસટી બસ અને એક્ટીવા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક્ટીવા ચાલકને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર મામલે ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ આજે લો ગાર્ડન પાસે બેફામ કાર ચાલકે વૃદ્ધ દંપતિને અડફેટે લીધા હતા. કારની ટક્કરથી દંપતિ નીચે પટકાયા હતા. જેમાં પતિને સામાન્ય ઈજા પહોંચી હતી. જયારે પત્નીને ગંભીર ઈજા હોવાથી સારવાર માટે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોટેલ રેડિસન બ્લુની કારે અકસ્માત સર્જયો હોવાનું સામે આવ્યું છે.
ભોગ બનનારનું કહેવું છે કે, કારની સ્પીડ વધુ હતી. અને કાર ચાલક નશામાં હોવાનો દાવો કર્યો હતો. અકસ્માત સર્જનાર સામે કાર્યવાહી થાય તેવી પોલીસને માગ કરી હતી. અકસ્માતની ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. બેફામ કાર ચાલક સામે સરકાર કોઈ પગલા લે તેવી સ્થાનિકોએ માગ કરી છે.