હારીજનાં રોડામાંથી ઓનલાઇન સટ્ટાનું કૌભાંડ ઝડપાયું

Other
Other

આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ એલ.સી.બી. પોલીસની ટીમે મળેલી બાતમી આધારે હારીજનાં રોડા ગામે શુક્રવારની મોડી રાત્રે ઓચિંતી રેડ કરી હતી. જે દરમિયાન કૌશલ દરજી ઘણા સમયથી પોતાનાં ઘરે ઓનલાઇન લેપટોપનાં માધ્યમથી સટ્ટો રમાડતો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે કૌશલનાં લેપટોપમાં જોતાં ડેસ્કટોપ ઇન્ડસલેન્ડ બેંકનું સ્ટેટમેન્ટ જણાતું હતું અને તેની બાજુમાં 10 એન્ટ્રી જોવા મળી હતી. બેકનાં ધારકનું નામ જિજ્ઞેશ કેશવલાલ સોહિલીયા (રહે બહેરામપુરા, અમદાવાદ)નાં નામનું ખાતુ જોવા મળ્યું હતું.

પોલીસે કૌશલને તું આ શું કરે છે અને કોનું ખાતું છે? ઓનલાઇન સટ્ટો કેવી રીતે અને કોણ કોણ રમો છો ને રમાડો છો ? તે અંગે પુછતાં તેણે જણાવેલું કે, પોતે છેલ્લા 25 દિવસથી રૂા.8000નાં પગારથી રાજ નામનાં વ્યક્તિએ જ્યોત્સનાબેન નામની એક વ્યક્તિને ત્યાં તેને નોકરીએ રખાવ્યો છે. તેણે ઓનલાઇન સટ્ટા અંગે જણાવતાં કહ્યું કે, લેપટોપનાં ડેસ્કટોપ પર સેટ કરેલી ક્રોમ એપ્લીકેશન પર ક્લીક કરતાં એક સ્લીપ ખુલે છે જે સ્લીપ સટ્ટો રમવા આવતા ગ્રાહકોની હોય છે અને તે ગ્રાહક પૈસાની આપ લે ફોન પે, ગુગલ પે, પેટીએમ વિગેરેનો કરતો હોય તે મુજબ સ્લીપ આવતી હોય છે.

તે સ્લીપમાં એમાઉન્ટ હોય છે ને છેલ્લે તે સ્લીપની નીચે 12 અંક હોય છે ને તે અંક પૈકી પ્રથમ એક નંબર 1 થી 6 સુધીનાં અંકને છોડી અંક નં. 7 થી 12 સુધીનાં 6 અંકને રેફરન્સ નંબરમાં નાંખતા ઓટોમેટિક સ્લિપ જતી રહે છે ને બાજુમાં એક ડેટા એન્ટ્રી હોય છે તેમાં છેલ્લા દસ ગ્રાહકોની એન્ટ્રી બતાવે છે. જે એન્ટ્રીઓનાં પત્રકમાં પ્રથમ ગ્રાહકનું નામ, એમાઉન્ટ, છ અંક, સ્લીપની માહિતી આવી જાય છે. એટલે એન્ટ્રી થઇ ગઇ કહેવાય ને જુગાર રમાડનારનું કામ પુરુ થઇ ગયું કહેવાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.