જ્યોતિ મોર્ય જેવી વધુ એક ઘટના, નોકરી મળતા જ પતિને આપી છૂટાછેડાની નોટીસ
જ્યોતિ મૌર્ય અને આલોક મૌર્યની કહાની હવે એકલી નથી રહી. આવી ઘટનાઓ હવે દેશભરમાંથી સામે આવી રહી છે. આવો જ એક કિસ્સો હવે ઉત્તર પ્રદેશના કુશીનગરમાં સામે આવ્યો છે. અહીં સફળ થયા બાદ એક મહિલાએ માત્ર તેના પતિને જ છૂટાછેડાની નોટિસ મોકલી નથી, પરંતુ માસૂમ બાળકથી પણ મોં ફેરવી લીધું છે. આ તે સમયની સ્થિતિ છે જ્યારે આ મહિલાના પતિએ તેની કારકિર્દી બનાવવા માટે નોઇડામાં તેની સ્થિર નોકરી છોડી દીધી હતી અને બાળકને ઉછેરવા માટે ગામમાં આવ્યો હતો. તેની પત્નીની ઉદાસીનતાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા પતી માટે પોતાનું અને બાળકનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની ગયું છે.
અમે વાત કરી રહ્યાં છીએ કુશીનગરનાં ચેંગોના નિવાસી લવકુશ સિંહ અને તેમની પત્ની અંગિરા સિંહની. 2018માં ધૂમધામથી તેમના લગ્ન થયાં હતાં. એ સમયે લવકુશ કોમ્પુટર એપ્લિકેશનમાં માસ્ટર ડિગ્રી કરીને નોઈડાની એક કંપનીમાં સારા પદ પર નોકરી કરતો હતો. પરંતું લગ્ન પછી તેની પત્નીએ પણ કહયું કે એ પણ ભણવા માંગે છે. એવામાં લવકુશે તેની પત્નીને પહેલાં બી. એડ કરાવ્યું અને પછી પોતાની સાથે નોઈડા લઈ ગયો. જ્યાં પોતાની પત્નીનાં કહેવા પર તેને સારી જોબ અપાવી.
વર્ષ 2020માં અંગિરાને બાળક થયું તો બાળકના પાલન પોષણ માટે તેણે પતીની નોકરી છોડાવી દીધી. એ સમયે અંગિરા નોઈડાની Motherson Sumi System Limited માં નોકરી કરતી હતી. લવકુશનાં કહેવા પ્રમાણે એ દિવસોમાં કંપનીએ અંગિરાને દુબઈ જવાની ઓફર આપી. આ ઓફર મળતા જ અંગિરા તેનાં પતિ અને ધાવતા બાળકને છોડીને દુબઈ જવા માટે તૈયાર થઈ ગઈ. લવકુશે ઈનકાર કર્યો તો સારા ભવિષ્યના સપના બતાવીને લવકુષને ચૂપ કરી દીધો. મજબૂરીમાં લવકુશ પણ ચૂપ થઈ ગયો. એનાં પછી અંગિરા દુબઈ પહોચી ગઈ. થોડા દિવસો સુધી તો બધું સારું હતું.
અંગિરા વિડિયો કોલ પર તેનાં પતિ અને બાળકથી વાત કરતી અને તેને પૈસા પણ મોકલવાતી હતી. પરંતું પછી તેનો વ્યવહાર બદલાઈ ગયો અને તેણે વાત કરવાનું પણ બંધ કરી દીધું. કાંટાળીને લવકુશે અંગિરાની કંપનીમાં ફરિયાદ કરી.એનાં પછી કંપની એ અંગિરાને પાછી બોલાવી લીધી. લવકુશનુ કહેવુ છે કે ભારત પાછા આવ્યાં પછી અંગિરા તેનાં પાસે આવી નહિ, પરંતું તે ગોરખપુર રહેનારી પોતાની બહેનનાં ઘરે જતી રહી અને ત્યાંથી જ છૂટાછેડાની નોટિસ આપી દિધી. આ નોટિસ પછી લવકુશને સમજાતું નહોતું કે જે પત્ની માટે તેણે આટલું મોટું બલિદાન આપ્યું તે પત્નિ તેને છોડીને મોજ કરે છે.
Tags india jyoti maury Rakhewal