ધાનેરામાં નજીવી રકમ બાબતે યુવકની હત્યા, કેરીના પૈસા માંગતા ખેલાયો ખૂનીખેલ

Other
Other

ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે ગત રાત્રિએ એક શેરડીના રસનો વ્યવસાય કરતા ઈસમની ઘાતકી હત્યા થતા ચકચાર મચી ગઇ છે. જો કે, ધાનેરા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચ થોડાક સમયમા હત્યા કરનાર ઈસમ ઝડપી પાડયો છે. પ્રાપ્ત વિગતો એવી છે કે ધાનેરાના થાવર ગામ નજીક નેનાવા નેશનલ હાઇવે પર ડીસા ખાતે રહેતા કિશોરભાઈ મોચી શેરડીનું કોલું ચલાવી પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે. પોતાના નિત્ય સમય પ્રમાણે દિવસ રાત એક કરી પોતાના બે દીકરા અને પત્ની સાથે પરિવાર માટે મહેનત કરી રહ્યા હતા. ત્યારે ગત રાત્રિએ કિશોરભાઈ કોલા પર કામ કરતા મહેશ નામના વ્યક્તિ માટે જમવાનું લેવા ગયા હતા, ત્યારે આ દરમિયાન શેરડીનાં કોલા પર ઉભેલા મહેશભાઈએ મોટર સાઇકલ લઈને આવેલા ઈસમએ કરીના રસની માગણી કરતાં તને રસ આપ્યો હતો. જો કે, કિશોરભાઈ આવી જતા મહેશભાઈએ ગ્રાહક બનીને આવેલા ઈસમ પાસે કેરી રસના પૈસા લઈ લેજો તેવું કહી ઈસમ અન્ય કામે ગયો હતો. જો કે થોડીક વારમા મોટર સાઇકલ લઈને આવેલો ઈસમ કોલાં પરથી ભાગી છૂટ્યો હતો, જેની ખબર મહેશભાઈને પડતા તેઓ નજીક જઈને જોયું તો કિશોરભાઈ લોહી-લુહાણ હાલતમાં જમીન પર પડેલા જોવા મળ્યા હતા. જો કે, આ મામલે મૃતકના ભાઈએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. આ મામલે ધાનેરા પોલીસએ હત્યા જેવા ગંભીર ગુનાને નોંધી લોકલ ક્રાઇમ બ્રાંચ સાથે અલગ અલગ ટીમો બનાવી આધુનિક ઉપકરણોની મદદથી ઈસમને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.