
તેલંગણામાં મુશાફરોથી ભરેલી ટ્રેનમાં લાગી ભીષણ આગ, 3 ડબ્બા બળીને ખાખ!
તેલંગાણામાં મુસાફરોથી ભરેલી એક ટ્રેનમાં ભીષણ આગ લાગવાના સમાચાર મળી આવ્યા છે. આ ઘટના તેલંગાણાનાં યદાદદરી જીલ્લાનાં પડીગીપલ્લી અને બોમમઇપલ્લી એરિયા પાસે સર્જાઈ છે જ્યાં ફલકાનુમાં એક્સપ્રેસ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં ભીષણ આગ લાગી ગઈ. આગ ટ્રેનના સ્લીપર કોચ 54, 55, 56 માં લાગી છે. જ્યારે ફલકનુમા એક્સપ્રેસમાં આગ લાગી ત્યારે ટ્રેન હાવડાથી સિકંદરાબાદ તરફ આવી રહી હતી.
આગ જોઈને મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. ટ્રેનમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા કે તરત જ ટ્રેનને ઉભી રાખી અને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. અત્યારે બધા મુસાફરો સુરક્ષિત છે અને કોઈને નુકસાન થયું નથી. આગને કાબૂમાં લાવવાની કોશિશ ચાલુ છે.
જાણકારી અનુસાર આગ પહેલા એક કોચમાં લાગી હતી અને ધીમે ધીમે આસપાસના બંને ડબ્બામાં ફેલાઈ ગઈ. ડ્રાયવરને આગ લાગવાની જાણ થતાં જ તેણે અધિકારીઓને જાણકારી આપી અને ટ્રેનને રોકી દીધી. એનાં પછી બધા મુસાફરોને ટ્રેનથી બહાર કાઢવામાં આવ્યા અને હવે એમને બીજી ટ્રેનમાં મુસાફરી કરવામા આવી રહી છે.