અનંત અંબાણીના લગ્નની ઉજવણી પહેલા એન્ટિલિયાની અંદરની એક ઝલક આવી સામે, થઇ રહી છે તડામાર તૈયારીઓ

Other
Other

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે માત્ર 12 દિવસ બાકી છે. જેમ જેમ લગ્ન નજીક આવી રહ્યા છે તેમ તેમ લોકોમાં ઉત્તેજના પણ વધી રહી છે. ગણતરીના દિવસો પછી બંને લગ્ન કરી લેશે અને કાયમ માટે એકબીજાના બની જશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના કાર્ડના વિતરણથી લઈને અંબાણી પરિવાર મંદિરોમાં દર્શન માટે પહોંચી રહ્યો છે. અંબાણી પરિવારના સભ્યો પોતે ખાસ અને VVP મહેમાનોને કાર્ડ આપવાના છે. દરમિયાન, અંબાણી હાઉસ એટલે કે એન્ટિલિયામાં પણ લગ્નની ઉજવણીની મેગા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેની ઝલક પણ સામે આવી છે. અંબાણી હાઉસની અંદર એક મોટી ટીમ લગ્ન પ્રસંગને સફળ બનાવવા માટે લાગેલી છે.

ભવ્ય સમારોહની તડામાર તૈયારીઓ 

હાલમાં જ તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફેન પેજ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અંબાણી હાઉસ એટલે કે એન્ટિલિયામાં લગ્નનો ઉત્સાહ 12 દિવસ પહેલાથી જ દેખાઈ રહ્યો છે. આટલું જ નહીં, અનંત અંબાણી  નિવાસસ્થાન એન્ટિલિયાની અંદરની એક ઝલક સામે આવી છે, જેમાં તમે જોઈ શકો છો કે એક મોટી ટીમ લગ્નની તૈયારી કરી રહી છે. આ કામ એન્ટિલિયાના હોલમાં ચાલી રહ્યું છે અને એટલું જ નહીં, આ દરમિયાન ટીવી પર ક્રિકેટ મેચ ચાલી રહી છે અને દરેક વ્યક્તિ ભારત-દક્ષિણ આફ્રિકાની T-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોઈ રહી છે. એન્ટિલિયાની અંદર કામ કરી રહેલી ટીમમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોલ એરિયામાં ઘણા ટેબલ અને ખુરશીઓ લગાવવામાં આવી છે, જેના પર સોનેરી રંગના શો પીસનું ડેકોરેશન પણ જોઈ શકાય છે. આ તસવીરો જોયા પછી આપણે કહીશું કે ઉજવણી ખૂબ જ ભવ્ય થવા જઈ રહી છે. 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.