
જામનગરની પારસ સોસાયટીમાં લાગી ભીષણ આગ, કારણ અકબંધ
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. આવી જ આગ લાગવાની ઘટના જામનગરમાં પણ બની છે. જામનગરના પારસ સોસાયટીમાં આવેલા ઓમ એપાર્ટમેન્ટમાં વિકરાળ આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. તો ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની 3 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે.જામનગરના પોશ વિસ્તારમાં આગ લાગવાથી અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.
તો બીજી તરફ રાજકોટના જસદણ પંથકમાં બંધ મકાનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની હતી. બ્લાસ્ટના કારણે મકાનની દિવાલો પડી ગઈ હતી.જો કે મકાન બંધ હોવાથી સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. જો કે બ્લાસ્ટ કેવી રીતે થયો તેનું કારણ અકબંધ છે.