
બ્રાઝિલમાં બિલ્ડીંગ ધરાશાયી થતા 2 બાળકો સહીત 14નાં મોત
બ્રાઝિલના ઉત્તરપૂર્વીય રાજ્ય પરનામ્બુકોમાં, બેઘર લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી ઇમારત ધરાશાયી થતાં એક મોટો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં છ બાળકો સહિત કુલ 14 લોકોના મોત થયા છે. ઈમારત ધરાશાયી થવાની આ ઘટના શુક્રવારે વહેલી સવારે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્નિફર ડોગની પણ મદદ લેવામાં આવી રહી છે.
ફાયર બ્રિગેડ સ્ટાફના જણાવ્યા અનુસાર, શનિવારે સ્નિફર ડોગ્સની મદદથી બચાવ અને રાહત કાર્ય ટીમે કાટમાળ નીચે દટાયેલી 15 વર્ષની છોકરી અને 65 વર્ષની મહિલાને જીવતા બચાવવામાં સફળતા મેળવી હતી. આ સાથે એક 18 વર્ષના છોકરાને પણ જીવતો બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ ગંભીર ઈજાના કારણે તેનું મૃત્યુ થયું હતું. ફાયર બ્રિગેડની ટીમનું કહેવું છે કે રાહત અને બચાવ કાર્ય હવે બિલ્ડિંગમાં ફસાયેલા પ્રાણીઓને બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
બ્રાઝિલના દૈનિક અખબાર ફોલ્હા ડી એસ પાઉલોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગ પર બેઘર લોકોનો કબજો હતો, જોકે 2010થી ત્યાં લોકોના રહેવા પર પ્રતિબંધ હતો. બિલ્ડિંગ અંગે શહેરના અધિકારીઓએ બિલ્ડિંગને ‘કોફિન બ્લોક’ જાહેર કરી હતી. બિલ્ડિંગને કોફી બ્લોક નામ આપવું એ એક રીતે મૃત્યુને આમંત્રણ આપવા જેવું હતું.