
હિંમતનગરના ઇલોલમાં 1334 કિલો લોખંડની ચોરી
સાબરકાંઠા જિલ્લાના ત્રણ અલગ અલગ સ્થળે ચોરી થઇ છે. જેની ફરિયાદ અલગ અલગ પોલીસ મથકમાં કરવામાં આવી છે. જેમાં ઇલોલમાં ખુલ્લી જગ્યામાંથી લોખંડની ભારીઓ ચોરાઈ છે, તો તલોદના બડોદરા અને હરસોલ પહાડીયામાં બે અલગ અલગ આગણવાડીમાંથી ગેસના બાટલાની ચોરી થતા હિંમતનગર ગ્રામ્ય અને તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના ઇલોલમાં કમરઅલી શરીફ મેમાયાના ગામની સીમમાં નવીન કોમર્શીયલ શેડની બાજુની ખુલ્લી જગ્યામાં મુકેલા લોખંડના સળિયાની 25 નવેમ્બરની રાત્રીએ અલગ અલગ માપની ભારીઓ 11 નંગ 870 કિલોગ્રામ રૂ. 60 હજાર 900ની તથા લોખંડના પાંજરા 29 નંગ 464 કિલોગ્રામના રૂ. 32 હજાર 840 મળી કુલ રૂ. 1364 કિલોગ્રામ લોખંડના 93 હજાર 280ની ચોરી કોઈ અજાણ્યા ઇસમો વાહનમાં ભરીને કરી ગયા અંગેની હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે.