સુશાંત આત્મહત્યા કેસમાં નવો વળાંક, મુંબઈ પોલીસની નજર સુશાંતના ટ્‌વટર હેન્ડલ પર

Other
Other

મુંબઈ,
સુપરસ્ટાર અભિનેતા સુશાંત સિંહની મોતનું રહસ્ય હજી પણ અકબંધ છે. મુંબઈ પોલીસ સુશાંતના મોતની મડાગાંઠ ઉકેલવા એક પછી એક તમામ પાસાની તપાસ કરી રહી છે. પ્રારંભીક તપાસમાં સ્પષ્ટ થયું છે કે, સુશાંત ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યો હતો. હવે પોલીસ સુશાંતે આત્મહત્યા કરી હતી કે પછી તેની હત્યા કરવામાં આવી હતી એ દિશામાં તપાસ ચલાવી રહી છે. હજી સુધી પોલીસને આ અંગે કંઈ જ મળ્યું નથી અને હજી સુધી આત્મહત્યાને લઈ સાચું કારણ શોધી શકી નથી. પરંતુ મુંબઈ પોલીસની નજર સુશાંત સિંહના ટ્‌વટર હેન્ડલને લઈને શંકાસેવી રહી છે.
પોલીસને શંકા છે કે સુશાંતે પોતાના ટ્‌વટરમાંથી કેટલીક ટ્‌વીટ ડિલીટ કરી હતી. સુશાંતના ટ્‌વટર હેન્ડલથી છેલ્લે ૨૭ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ છેલ્લે ટ્‌વીટ કરવામાં આવી હતી. આ ટ્‌વીટ માસ્ટરકાર્ડ ઈન્ડયાની જાહેરાત હતી. ત્યારબાદ તેણે એક પણ ટ્‌વીટ કરી નહોતી. ૨૭ ડિસેમ્બર, ૨૦૧૯ પહેલાં આવું નહોતું બન્યું કે સુશાંત આટલાં લાંબા સમય સુધી માઈક્રોબ્લોગિંગ સાઈટથી દૂર રહ્યો હોય. એક રિપોર્ટ પ્રમાણે, મુંબઈ પોલીસે ટ્‌વટરને પત્ર લખીને સુશાંત સિંહ રાજપૂતના ટ્‌વટર એકાઉન્ટનો છેલ્લાં ૬ મહિનાનો રેકોર્ડ માગ્યો હતો. જેથી ખ્યાલ આવી શકે કે કોઈ ટ્‌વીટ થઈ હતી કે કે પછી હકીકત કંઈક જુદી હતી? છ મહિનામાં તેણે કોઈ ટ્‌વીટ ડિલીટ કરી હતી કે નહીં? જા તેણે ટ્‌વીટ ડિલીટ કરી તો તેણે આમ શા માટે કર્યું? કે પછી કેમ અબિનેતાએ આટલો સમય સુધી કોઈ ટ્‌વીટ જ ના કરી?
ટ્‌વટર ઉપરાંત સુશાંત ફેસબુક પર પણ એકદમ નિષ્ક્રય જ થઈ ગયો હતો. તેણે ૨૭ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ છેલ્લી પોસ્ટ કરી હતી. ટ્‌વટરની જેમ જ તે પણ માસ્ટરકાર્ડના પ્રમોશન અંગેની હતી. જાકે, તેના નિધન બાદ ટીમે કેટલીક પોસ્ટ કરી હતી. જાકે સુશાંત નિધન પહેલા ઈન્સ્ટાગ્રામ પર ૧૧ દિવસ પહેલાં એક્ટવ હતો. સુશાંતે પોતાની સ્વર્ગીય માતાને નામ એક પોસ્ટ શૅર કરી હતી. સુશાંતના નિધન પહેલાની છેલ્લી વાતચીતમાં જાણવા મળ્યું છે કે, અભિનેતાએ મેનેજર ઉદય સિંહ ગૌરી સાથે ફિલ્મને લઈ વાત કરી હતી. પોલીસે સુશાંતની પૂર્વ મેનેજર રોહિણી અય્યરનું પણ નિવેદન લીધું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.