
વર્તમાનમાં દિલ્હીને નવા મેયર મળી શકે તેવી શક્યતાઓ જોવા મળી
દિલ્હીને આજે નવા મેયર મળી શકે તેમ છે.જેમા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે એમ.સી.ડીની બેઠક બોલાવામાં આવી છે.જેમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર તેમજ ડેપ્યુટી મેયર પદ માટે આજે ચૂંટણી યોજાશે.આમ છેલ્લા ઘણા દિવસથી દિલ્હીમાં મેયરની ચૂંટણીનો વિવાદ ચાલી રહ્યો છે.ત્યારે હંગામાને કારણે અત્યારસુધીમાં ત્રણ બેઠકો રદ કરવી પડી હતી અને ચૂંટણી મોકૂફ થતી રહી હતી.પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મેયરની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને આજે દિલ્હીને નવા મેયર મળે તેવી ધારણા છે.ત્યારે આમ આદમી પાર્ટીએ મેયર પદના ઉમેદવાર તરીકે શેલી ઓબેરોયને મેદાનમાં ઉતાર્યા છે,જ્યારે ભાજપના ઉમેદવાર રેખા ગુપ્તા છે.