નોકરી લેવા માટે છોકરીઓએ કરવું પડે છે આવું કામ, આ દેશની હાલત ખરાબ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દક્ષિણ આફ્રિકાનો દેશ ઝિમ્બાબ્વે વર્ષોથી અત્યંત ગરીબી અને બેરોજગારી સામે ઝઝૂમી રહ્યો છે. દેશની લગભગ 90 ટકા વસ્તી બેરોજગાર છે. હતાશ થઈને યુવાનો લાંચ પેટે અમુક પૈસા આપીને નિમ્ન સ્તરની નોકરી કરવા મજબૂર છે. પરંતુ છોકરીઓ માટે મુશ્કેલીઓ વધુ છે કારણ કે નોકરી મેળવવા માટે તેમને પહેલા નોકરીદાતાઓ સાથે શારીરિક સંબંધ બાંધવા પડે છે, જેના કારણે ઘણી છોકરીઓ એઇડ્સ જેવી ગંભીર બીમારીનો શિકાર બની રહી છે.

ક્યાંય પણ નથી નોકરી

નોર્મન ચિસુંગા એ કેટલાક યુવાનોમાંનો એક છે જેઓ નોકરીની શોધમાં રાજધાની હરારેમાં તેમના કાકાને ત્યાં ફેબ્રુઆરી 2019માં તેમનું ગામ છોડીને ગયા હતા. તેને નોકરીની સખત જરૂર હતી. તેના કાકા રાજધાનીના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર મ્બેરમાં વેપારી તરીકે કામ કરે છે. 24 વર્ષીય ચિસુંગાએ અલજઝીરા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વર્ષ 2017માં તેણે હાઈસ્કૂલનો ડિપ્લોમા કર્યો હતો. તેણે કહ્યું, હું કોઈપણ પ્રકારની નોકરી કરવા માંગતો હતો પરંતુ ક્યાંય નોકરી નહોતી.

આજીવિકા માટે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે મોટાભાગના લોકો

ચિસુંગાની જેમ ઝિમ્બાબ્વેમાં દરેક યુવાન નોકરીની શોધમાં છે, પરંતુ કોઈને કોઈ કામ મળતું નથી. દેશના 1 કરોડ 40 લાખ લોકોમાંથી મોટાભાગના લોકો આજીવિકા માટે કોઈને કોઈ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે, કારણ કે લોકોને દેશમાં કોઈ નોકરી નથી મળી રહી. અલ જઝીરાએ ઝિમ્બાબ્વેના ઘણા યુવાનોના ઈન્ટરવ્યુ લીધા હતા, જેમાં લોકોએ જણાવ્યું હતું કે તેઓએ સૌથી નીચલા સ્તરની નોકરી માટે એમ્પ્લોયરને પૈસા આપ્યા છે અથવા બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા છે.

મોંઘવારી ટોચ પર

ઝિમ્બાબ્વે ગંભીર આર્થિક સંકટની ઝપેટમાં છે. ત્યાં મોંઘવારી તેની ટોચ પર છે અને દેશ ઘણી આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવામાં અસમર્થ છે. દેશનું ઉત્પાદન પણ ઓછું છે અને વિદેશી મુદ્રા ભંડાર ખાલી છે. વર્ષ 2009માં દેશે ફુગાવાને નિયંત્રિત કરવા માટે યુએસ ડોલર અપનાવ્યો હતો, પરંતુ તેના અસંતોષકારક પરિણામોને કારણે ઝિમ્બાબ્વે ડોલરને વર્ષ 2019માં ફરીથી અપનાવવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં ફુગાવો લગભગ 100 ટકા હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.