“તું કાળી છે, તારા હોઠ કાળા છે”, રોજબરોજના ટોણાથી નવનવેલી વહુએ કરી આત્મહત્યા 

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના થાણેના કલ્યાણમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ અને સાસુના રોજબરોજના ટોણાથી કંટાળીને નવપરિણીત યુવતીએ આપઘાત કરી લીધો હતો. મૃતક યુવતીનું નામ જાગૃતિ બારી છે, જે 24 વર્ષની છે. યુવતીને વારંવાર કહેવામાં આવતું હતું કે તું કાળી છે, તારા મોઢામાં દુર્ગંધ આવે છે, તારે ઘર છોડી દેવું જોઈએ. યુવતીએ આત્મહત્યા કર્યા બાદ તેના પતિએ તેના અંતિમ સંસ્કાર કરવાની પણ ના પાડી દીધી હતી. આ પછી તેના ભાઈ વિશાલ વરાડે તેની બહેનના અંતિમ સંસ્કાર કર્યા હતા. 

જાગૃતિના પતિ મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે. આત્મહત્યા કરતા પહેલા નવપરિણીત યુવતીએ તેના મોબાઈલમાં એક ચિઠ્ઠી લખી હતી, જેમાં તેણે તેના સાસુને જવાબદાર ગણાવ્યા હતા. ડોમ્બિવલીની માનપાડા પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ધરપકડ કરાયેલા પતિનું નામ સાગર રામલાલ બારી (ઉંમર 32) છે. ધરપકડ કરાયેલી સાસુનું નામ શોભા રામલાલ બારી છે. દરમિયાન, માનપાડા પોલીસે જણાવ્યું હતું કે બંનેને 11 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આરોપી પતિ સાગર મુંબઈના આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે.

જાગૃતિની માતાએ જણાવ્યું કે તેણે તેની પુત્રી સાથે છેલ્લી વાતચીત શું કરી હતી. મૃતકની માતાએ જણાવ્યું કે તેના સાસુને મારી પુત્રી પસંદ નહોતી. સાસુ કહેતી હતી કે તું કાળી છે, તારા હોઠ કાળા છે અને તારા મોઢામાં દુર્ગંધ આવે છે, ઘર છોડી દે, નહીંતર ઘર ખરીદવા તારી માતા પાસેથી રૂ. 10 લાખ લાવી દે. મૃતકની માતાએ જણાવ્યું કે જાગૃતિએ મને ફોન પર કહ્યું કે તેણીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને મારે તેમની સાથે વાત કરવી જોઈએ. મૃતકની માતાએ જણાવ્યું કે આરોપી સાગર તેની માતા સાથે કલ્યાણના આદિવલી ઢોકલીમાં રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.