વર્ષ 2023નું પ્રથમ વાવાઝોડુ મોચા આગામી સપ્તાહમાં સર્જાશે
દેશમાં ચાલી રહેલી ઉનાળાની મોસમ વચ્ચે સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત અનેક રાજયોમાં માવઠાનો વરસાદ ચાલુ છે તે સમયે ચોમાસાના આગમનની સાથે વર્ષ 2023નું પ્રથમ વાવાઝોડુ આગામી 6મેના રોજ બંગાળના અખાતમાં સર્જાશે અને તે દેશના પુર્વીય તટ તરફ જશે.જેમા ભારતીય હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ બંગાળના અખાતમાં હવાના નીચા દબાણની સ્થિતિ બની રહી છે.ત્યારે આ વાવાઝોડાને યમન દ્વારા મોચા નામ આપવામાં આવ્યું છે.આ સિવાય ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટ્ટનાયકે વાવાઝોડાની સંભવીત સ્થિતિ અંગે તાકીદની બેઠક બોલાવી છે.જે ભારતના પુર્વીય ભાગો ઉપરાંત બાંગ્લાદેશ તેમજ મ્યાનમાર પર અસર કરશે.