વિશ્વમાં અબજોપતિઓની સંખ્યામાં ભારત ત્રીજા ક્રમે આવ્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વિશ્વમાં અબજોપતિઓની સંખ્યામાં ભારત ત્રીજા ક્રમે આવ્યું છે.આમ દેશમાં 169 અબજોપતિ છે,જ્યારે અમેરિકા 735 અબજપતિઓ સાથે પ્રથમ ક્રમે છે.જ્યારે બીજા સ્થાને ચીન આવે છે જ્યાં 495 અબજોપતિ છે.ભારતમાં અબજોપતિઓની સંખ્યા જર્મની,ઈટાલી,કેનેડા,બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ,સ્વિટ્ઝર્લૅન્ડ અને જાપાન જેવા વિકસિત દેશો કરતાં પણ વધુ જોવા મળે છે.સૌથી વધુ અબજોપતિઓ ધરાવતા 15 દેશોની યાદીમાં જાપાન સૌથી છેલ્લા સ્થાને આવે છે જ્યાં 40 અબજોપતિ છે.વિશ્વભરમાં 100થી વધુ અબજોપતિઓ ધરાવતા દેશોની યાદીમાં અમેરિકા,ચીન,ભારત,જર્મની અને રશિયા આવે છે.ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં સૌથી વધુ 66 અબજોપતિ છે,જ્યારે દિલ્હીમાં 39 અને બેંગલુરુમા 21 અબજોપતિ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.