વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર પાકિસ્તાનનું લાહોર જ્યારે દિલ્હી બીજા ક્રમે આવ્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પાકિસ્તાન વર્તમાનમાં પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. સ્વીસ એર ક્વોલિટી મોનિટરિંગ કંપની દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક અહેવાલમાં પાકિસ્તાનની સાંસ્કૃતિ રાજધાની લાહોરને વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેર તરીકે ઓળખવામાં આવ્યું છે. આ યાદીમાં ટોપ પાંચ શહેરોમાં ભારતના બે શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુએસ એ.ક્યુ.આઈ સ્કેલ પર 203 પાકિસ્તાનના શહેર લાહોરનો એક ક્વોલિટી ઈન્ડેક્સ રહેવા પામ્યો હતો, જ્યારે બીજા ક્રમે ભારતની રાજધાની દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 183 નોંધાયો છે. ઔદ્યોગિક ધુમાડો,રજકણો વગેરેને કારણે આ શહેરોમાં વસતા નાગરિકોને શ્વોચ્છોશ્વાસ સહિતની અન્ય બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી વધુ પ્રદૂષિત વૈશ્વિક શહેરોની યાદીમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકા 169 એર ક્વોલિટી ઈન્ડેક્સ સાથે ત્રીજા ક્રમે,જ્યારે કોલકાતા 168ના એર ક્વોલિટી ઈન્ડેક્સ સાથે ચોથા ક્રમે રહ્યું હતું. આમ વધતાં જતાં શહેરીકરણ,વસતી વધારાની સમસ્યા તથા ઔદ્યોગિકરણ જેવા પરિબળોને કારણે વિશ્વના અનેક શહેરોમાં પ્રદૂષણની સમસ્યા વકરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.