વિશ્વનું પ્રથમ તરતું શહેર માલદીવમાં બનશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વિશ્વને પ્રથમ તરતું શહેર માલદીવના દરિયામાં આકાર લેશે.આમ માલદીવ પર્યટકોનો સૌથી પસંદગીનો દેશ છે.કેટલાક દિવસ પહેલા જ સમુદ્રમાં તરતું શહેર બનાવવા માટે માલદીવ સરકાર અને ડચ ડોકલેન્ડસ કંપની વચ્ચે કરાર થયા છે.ત્યારે માલદીવ સરકારે તરતા શહેરની બ્લુપ્રિન્ટ જાહેર કરી છે.માલદીવ સરકારે જણાવ્યું હતું કે તરતા શહેરના પ્રથમ બ્લોકને ઓગષ્ટ મહિનામાં તૈયાર કરવામાં આવશે,જેને લઈને કામ જોરશોરથી ચાલી રહ્યું છે.આ મહિને સમુદ્રી ક્ષેત્રમાં ક્ધસ્ટ્રકશનને ટાપુમાં સ્થાપિત કરવાની પણ યોજના છે.પરિવહનનું સૌથી મુખ્ય સાધન નાવ રહેશે,જે સમુદ્રમાં બનાવેલી નહેરોમાં ચાલશે.જ્યાં રસ્તાઓ સફેદ રેતીથી બનાવાશે.ત્યારે આ તરતા શહેરમાં સાયકલ,ઈ-કાર,કે ઈ-સ્કુટર ચલાવવાની મંજુરી હશે.આ તરતા શહેરમાં પાંચ હજારથી વધુ મકાન હોટેલ,દુકાનો,રમતનું મેદાન વગેરે બનાવાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.