વિશ્વના 18 દેશો ભારતીય ચલણમાં વેપાર કરવા સહમત થયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતીય રૂપિયો આંતરરાષ્ટ્રીય ચલણ બનવા તરફ આગળ વધી રહ્યો છે.ત્યારે ભારત સાથે વિશ્વના ઘણા દેશો રૂપિયામાં વેપાર કરવા માટે સહમત થયા છે.જેમા ભારતીય રિઝર્વ બેંક દ્વારા અન્ય દેશો સાથે રૂપિયામાં ભારતનો વેપાર સરળ બનાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.જેમાં અત્યારસુધીમાં 18 દેશોના 60 સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે.જેમાં રશિયા અને શ્રીલંકા જેવા દેશોના નામ પણ સામેલ છે.આ સિવાય રશિયા,સિંગાપોર,શ્રીલંકા,બોત્સ્વાના,ફિજી,જર્મની,ગુયાના,ઇઝરાયેલ,કેન્યા, =મલે શિયા,મોરેશિયસ,મ્યાનમાર,ન્યુઝીલેન્ડ,ઓમાન,સેશેલ્સ,તાન્ઝાનિયા,યુગાન્ડા અને યુનાઇટેડ કિંગડમે ભારતમાં એસ.આર.વી.એ ખોલવામાં આવ્યા છે.વિદેશી વેપાર રૂપિયામાં થવાથી ડોલર જેવા વિદેશી ચલણ પર ભારતની નિર્ભરતા ઘટશે.આ સાથે વૈશ્વિક ઉથલપાથલની અસર પણ દેશની અર્થવ્યવસ્થા પર ઓછી પડશે.આ ઉપરાંત ભારતીય બેંકોને આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યાપાર કરવાની તક મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.