
અંતરિક્ષમાં પેન્સિલનો ઉપયોગ કેમ નથી થતો? અણી તૂટીને કોઈની આંખમાં વાગી શકે છે
નવી દિલ્હી, આમિર ખાનની ફિલ્મ ‘૩ ઈડિયટ્સ’ તો તમને યાદ છે? વર્ષ ૨૦૦૯માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં આમિર ખાન એક વિદ્યારીથી બનેલો છે. એક સીનમાં તે પોતાની કોલેજના ડીન બોમન ઈરાનીને પૂછે છે કે, જો લાખો રુપિયા ખર્ચીને અંતરિક્ષમાં ચાલતી પેન બનાવવામાં આવી, તો પછી પેન્સિલનો ઉપયોગ કેમ નથી કરતાં જે સસ્તી છે અને લખવાના કામ પણ તો આવે છે ને? તે સમયે ડીને જવાબ ન આપ્યો પરંતુ, ફિલ્મના ક્લાઈમેક્સમાં તેણે કહ્યું કે સ્પેસમાં પેન્સિલનો ઉપયોગ કેમ ન થઈ શકે. તે એક ફિલ્મ હતી, તેથી તેમાં કહેવામાં આવેલી બાબતો પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકાય તેમ નથી.
તાજેતરમાં, જ્યારે કોઈએ સોશિયલ મીડિયા પર આ પ્રશ્ન પૂછયો, ત્યારે તેની ફરી ચર્ચા થવા લાગી. તેથી ચાલો, જાણીએ તેનો સાચો જવાબ શું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મQuoraપર લોકો પોતાનાપ્રશ્નો પૂછે છે અને સામાન્ય લોકો તેનો જવાબ આપે છે. તાજેતરમાં કોઈએ પૂછયું – *સ્પેસમાં પેન્સિલનો ઉપયોગ કેમ નથી થતો?* સવાલ એ જ છે જે ફિલ્મમાં પૂછવામાં આવ્યો હતો. અંતરિક્ષ અને તેના તમામ પાસાઓને લગતી વસ્તુઓ મનુષ્ય માટે જાદુઈ છે. સામાન્ય માણસ અંતરિક્ષ વિશે એટલું જ જાણે છે જેટલું તે વૈજ્ઞાનિકો પાસેથી સાંભળે છે, તેથી તેના માટે અંતરિક્ષને લગતી કોઈપણ બાબત એક કોયડા સમાન છે.
જ્યારે આ કોયડાનો ઉકેલ ફિલ્મમાં મળી ગયો. ત્યારે મોટાભાગના લોકોએ તેને માની લીધું હતું. તો શું ફિલ્મમાં જે કહ્યું તે સાચું હતું? તેનો જવાબ આપતા પહેલાં, ચાલો જાણીએ લોકોએ તેનો શું જવાબ આપ્યો. અનુજ કુમાર જયસ્વાલ નામના વ્યક્તિએ કહ્યું ભાઈ, ૩ ઈડિયટ્સમાં કહેવામાં આવ્યું હતું કે અંતરિક્ષમાં ઝીરો ગુરુત્વાકર્ષણ છે. બધી વસ્તુઓ ત્યાં ઉડતી રહે છે. પેન્સિલની ટીપ કોઈની આંખમાં વાગી શકે છે, તેથી ત્યાં પેન્સિલનો ઉપયોગ થતો નથી.NASAએ પણ પુષ્ટિ કરી છેકે તેમને પેન્સિલના વિકલ્પની જરૂર છે કારણ કે પેન્સિલની અણી સરળતાથી તૂટી શકે છે અને હવામાં તરી શકે છે.
જેને અંતરિક્ષણમાં યાત્રીઓ અને અંતરિક્ષ યાન પર સંવેદનશીલ ઇલેક્ટ્રોનિક્સ માટે જોખમી થઈ શકે છે. અંતરિક્ષ યાત્રી પણ ૧૯૬૯માં સ્પેસ પેનનો ઉપયોગ કરે છે. હવે આ તો રહ્યા લોકોના જવાબ. પરંતુ,NASAના રિપોર્ટ અનુસાર, ફિલ્મમાં જે કહેવામાં આવ્યું હતું તે સાચું હતું. નાસા ઇચ્છતું ન હતું કે પેન્સિલનો ઉપયોગ અવકાશમાં થાય, કારણ કે અણી તૂટીને કોઈની આંખમાં વાગી શકે છે અથવા કોઈ ડિવાઇસમાં પ્રવેશ કરી શકે છે અને તેને નુકસાન પહોંચાડી શકે છે. આ કારણોસર, અવકાશયાત્રીઓ ૧૯૬૯થી અંતરિક્ષમાં સ્પેસ પેનનો ઉપયોગ કરી રહ્યા છે. ફિશર પેન કંપનીએ વર્ષ ૧૯૬૮માં સ્પેસ પેન બનાવી હતી. આ પેનનો ઉપયોગ ઝીરો ગુરુત્વાકર્ષણમાં સરળતાથી થઈ શકે છે.