દુનિયામાં કોરોનાના દર્દીઓનો આંક 10 કરોડની નજીક પહોચ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દુનિયામાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 9.93 કરોડ થઈ ગઈ છે.ત્યારે આ આંકડો 10 કરોડ પર પહોંચી શકે છે.આમાંથી સાત કરોડથી વધુ દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.બીજીબાજુ એશિયન દેશોમાં જ્યાં,કોરોનાના કેસોમાં ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે ત્યાંરે યુરોપ અને અમેરિકાને હજી રાહત મળી નથી.આમ વિશ્વના સૌથી વધુ મૃત્યુદરવાળા પાંચ દેશમાં અમેરિકા સિવાય ચાર દેશ યુરોપના છે.

આમ એક લાખ લોકોમાં કોરોનાથી મૃત્યુ બાબતે બ્રિટન સૌથી આગળ છે.તે પછી ચેક રિપબ્લિક,ઇટાલી,અમેરિકા અને સ્પેન આવે છે.આમ આ યાદીમાં ભારત 19માં ક્રમે છે.એક લાખની વસ્તીમાં 11 જ મૃત્યુ થયા છે.બ્રિટનમાં છેલ્લા સાત દિવસથી દરરોજ 1000થી વધુ મૃત્યુ થઇ રહ્યા છે.એક જ દિવસમાં સૌથી વધુ 1820 લોકોનાં મૃત્યુ બુધવારે નોંધાયા છે.આમ બ્રિટનમાં અત્યારસુધીમાં 96 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે.

આમ જોન હોપકિંસ યુનિવર્સિટીના અનુસાર, મહામારી શરૂ થયા બાદથી અત્યારસુધીમાં બ્રિટનમાં કુલ 96,166 લોકોનાં મૃત્યુ થયાં છે.અમેરિકા અને બ્રિટન સહિત મોટાભાગના યુરોપના દેશોમાં વેક્સિનેશન શરૂ થઇ ચૂક્યું છે. હવે દુનિયામાં અત્યારસુધીમાં 21 લાખ 30 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.