ટ્રમ્પને કાઢી મુકવા કે નહીં? આજે મતદાન થશે, વૉશિંગ્ટનમાં ઈમર્જન્સી જાહેર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 75

અમેરિકામાં ૨૦મી જાન્યુઆરીએ બાઈડેનની શપથવિધિ થવાની છે. એ પહેલા રાજનીતિમાં ભારે ચડાવ ઉતાર જોવા મળી રહ્યા છે. 11 તારીખથી લઈને 24મી જાન્યુઆરી સુધી ટ્રમ્પે વૉશિંગ્ટન ડીસી એરિયામાં ઈમર્જન્સીની જાહેરાત કરી છે. અર્થાત એ વિસ્તારની સુરક્ષા વધારી દેવાઈ છે. વધુ ગાર્ડ્સ ખડકી દેવાયા છે અને કોઈ પ્રકારનું તોફાન-ઉત્પાત ન થાય એ માટે અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવાની છૂટ અપાઈ છે.

ટ્રમ્પના સમર્થકોએ 6 તારીખે કરેલા તોફાન પછી હવે ટ્રમ્પને થોડા દિવસ પુરતાં પણ પ્રમુખપદ પર અમેરિકી સાંસદો રહેવા દેવા માંગતા નથી. એટલે ટ્રમ્પ સામે ઈમ્પિચમેન્ટ (મહાભિયોગ-કાઢી મુકવા)ની કાર્યવાહી ચલાવવી કે કેમ એ અંગે અમેરિકી સંસદમાં બુધવારે મતદાન થશે. જો આ મતદાનમાં બહુમતી સભ્યો ઈમ્પિચમેન્ટની ડિમાન્ડ કરશે તો ફરીથી ટ્રમ્પ વિરૃદ્ધ એ કાર્યવાહી ચાલશે.

6 તારીખે બાઈડેનને સંસદે પ્રમુખ જાહેર કર્યાં ત્યારે ટોળુ સંસદભવન કેપિટલ હિલમાં ઘૂસી ગયુ હતુ. હવે આગામી દિવસોમાં શપથવિધિ વખતે વૉશિંગ્ટનમાં આવી કોઈ ગરબડ ન થાય એટલે ટ્રમ્પે પોતાની પ્રમુખ તરીકેની સત્તાનો ઉપયોગ કરીને ઈમર્જન્સી જાહેર કરી છે. આ ઈમર્જન્સી કાયદો-વ્યવસ્થા જાળવવાના સંદર્ભમાં છે. સામાન્ય નાગરિકોને તેનાથી ફરક નહીં પડે પણ તોફાનીઓ છમકલાં નહીં કરી શકે.

અત્યારે સંસદના ૨૧૩ સભ્યો ઈમ્પિચમેન્ટ કાર્યવાહી કરવાની તરફેણમાં છે. અલબત્ત, ટ્રમ્પ ૨૦ તારીખે બપોરના ૧૨ સુધી જ પ્રમુખ છે. ઈમ્પિચમેન્ટની કાર્યવાહી આગળ ધપાવવા માટે એટલો સમય પુરતો નથી. કેમ કે અત્યારે નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવમાં મતદાન થાય પછી ઉપલા ગૃહ સેનેટમાં મતદાન થશે. એ મતદાનની તારીખ ૨૦ જાન્યુઆરી પહેલા આવશે નહીં. પરંતુ ઈમ્પિચમેન્ટ કાર્યવાહી આરંભાય તો પછી ટ્રમ્પ પર ઘણી કાર્યવાહી થઈ શકે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.