પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાંચ દિવસની દિલ્હી મુલાકાતે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 66

પશ્ચિમ બંગાળની ચૂંટણીમા વિજય મેળવ્યા બાદ પ્રથમ વખત પાંચ દિવસની મુલાકાતે દિલ્હી આવી રહેલા રાજયના મુખ્યમંત્રી મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ વચ્ચેના અત્યંત કટૂતાભર્યા ચૂંટણી પ્રચાર બાદ બંને નેતાઓની પ્રથમ રૂબરૂ મુલાકાત છે.ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત મમતા બેનર્જી પાંચ દિવસ દિલ્હીમાં રોકાશે અને આ સમયગાળા દરમ્યાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ,કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને વિપક્ષના અન્ય નેતાઓને પણ મળશે.આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિતના રાજયોમાં ચૂંટણી યોજાઇ રહી છે તે સમયે વિપક્ષી એકતાના થઇ રહેલા પ્રયાસો વચ્ચે મમતા બેનર્જીની મુલાકાત અત્યંત મહત્વની ગણવામાં આવી રહી છે અને તેઓ વિપક્ષી એકતાના ચહેરા તરીકે પણ રજૂ થાય તેવી શકયતાઓ નકારી શકાતી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.