શહેરોને કોરોના સામે લડતા ગામડાઓએ શિખવ્યું : મોદી
ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કાન્ફરન્સના માધ્યમથી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી. આ યોજના ઉત્તપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ,રાજસ્થાન,ઝારખંડ અને ઓડિશા સહિત છ રાજ્યોના ૧૧૬ જિલ્લામાં ચાલશે. આ યોજનાને દેશના એ રાજ્યોના એ જિલ્લાઓમાં ચલાવાશે જ્યાં, પ્રવાસી મજૂરોની સંખ્યા ૨૫ હજારથી વધુ છે. આ યોજના મુજબ મજૂરોને ૧૨૫ દિવસનુ કામ મળશે. મજૂરોને રોજગાર આપવા માટે ૫૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. વર્ચુઅલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, રાજ્સ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત, મધ્યપ્રદેસના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને ઝારખંડના સીએમ હેમંત સોરેન સાથે ઓડિસાના સીએમ નવીન પટનાયકના પ્રતિનિધ પ્રતાપ જૈના હાજર રહ્યા હતા. પીએમ મોદીએ લદ્દાખમાં શહીદ થયેલ જવાનોને યાદ કરતા કÌšં કે,‘‘લદ્દાખમાં આપણા વીરોએ જે બલિદાન આપ્યું છે, આજે જ્યારે હું બિહારના લોકો સાથે વાત કરું છું ત્યારે હું એમ કહેવા માંગુ છું કે આ બહાદુરી બિહાર રેજિમેન્ટની છે. દરેક બિહારીને આનો ગર્વ થવો જાઈએ. જેમણે બલિદાન આપ્યું છે તેમને હું શ્રદ્ધાંજલિ આપું છું. હું તેમના પરિવારને ખાતરી આપવા માંગું છું કે આ દેશ તમારી સાથે છે. દેશ સૈન્યની સાથે છે.’ આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી મજૂરો સાથે પણ વીડિયો કોન્ફર્ન્સંગના માધ્યમથી વાતચીત કરી.